દાહોદ શહેરમાં આવેલ પટેલ ફાર્મ વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાતો હોવાની સ્થાનિકોમાં ભારે બૂમો ઉઠવા પામી છે

0
34રિપોર્ટર.અજય.સાંસી

દાહોદ શહેરમાં આવેલ પટેલ ફાર્મ વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાતો હોવાની સ્થાનિકોમાં ભારે બૂમો ઉઠવા પામી છે ત્યારે ગતરોજ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર સાથે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા દીપડાને ભગાવવા માટે દારૂખાનું ફોડવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાં દીપડા ના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લો ગ્રામીણ વિસ્તારમાં આવેલો છે અને તેમાંય ગ્રામીણ વિસ્તારમાંથી અને જંગલ વિસ્તારમાંથી દીપડા જેવા પ્રાણીઓ ગામના વિસ્તારમાં ખોરાકની શોધમાં તેમ જ પાણીની શોધમાં આવી પહોંચે છે ત્યારે દાહોદ શહેરમાં આવેલ પટેલ ફાર્મ હાઉસ નજીક ગતરોજ ફાર્મમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો અને કેટલાક પશુઓનું મારણ કરી દીપડો ચાલ્યો ગયો હતો ફાર્મ હાઉસની નજીક એક નદી પણ આવેલી છે કહેવાઈ રહ્યું છે કે દીપડો આ નદીમાં પાણીની શોધમાં પણ આવે છે અને આસપાસના વિસ્તારોમાં પણ આવી પહોંચે છે અવારનવાર આ વિસ્તારમાં દીપડો દેખાયા હોવાની ચર્ચાઓ સાથે ગત રોજ કેટલાક પશુઓ નું આ વિસ્તારમાં દીપડા દ્વારા થતા અને દીપડો વિસ્તારમાં દેખાયો હોવાની ચર્ચાઓ સાથે સ્થાનિકો દ્વારા દીપડાને ભગાવવા માટે દારૂગોળો પણ ફોડયો હતો જાણવા મળ્યા અનુસાર નદી સુધી પાણી પીધા પછી ફાર્મ હાઉસની અંદર દીવાલ કૂદી દીપડો આવે છે આ વિસ્તારમાં દિપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે જંગલ વિસ્તારના સંલગ્ન અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરે તો દીપડો પાંજરે પુરાય તેમ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here