ઝઘડિયા તાલુકાના અછાલીયા ગામે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી પચીસ લાખ ઉપરાંતની ચોરી

0
33
ઝઘડિયા તાલુકાના અછાલીયા ગામે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી પચીસ લાખ ઉપરાંતની ચોરી

૨૫ લાખની ચોરીનો મકાન માલિકને આઘાત લાગતા હ્રદયરોગના હુમલામાં મોત થયુ

 

ઝઘડીયા તાલુકામાં ૩ પોલીસ સ્ટેશનો છતા તસ્કરો પલાયન થઇ ગયા

 

ઘટના સ્થળે dysp તેમજ ભરૂચ એલ સી બી તેમજ ડોગસકોર્ડ ઘટના સ્થળે દોડી આવી પરંતુ હજુ સુધી ચોરી અંગે નો કોઈ પણ સુરાગ પ્રાપ્ત થયો નથી…

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અછાલિયા ગામે એક મકાનમાં

રાત્રિ દરમિયાન તસ્કરો રોકડા રૂ.ત્રણ લાખ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.૨૫૦૫૦૦૦ ની મતાની ચોરી કરી ગયા હોવાની ઘટના બનવા પામી છે.

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ અછાલિયાના વતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવનો પરિવાર દર વર્ષે વૈશાખ વદ આઠમના દિવસે પોતાના વતન અછાલિયા ખાતે નવચંડી યજ્ઞ કરે છે. હાલ પણ તેઓ આ માટે અછાલિયા આવ્યા હતા. દવાના વ્યવસાય સાથે સંકળાયેલ

પ્રકાશચંદ્ર રાવનો પરિવાર હાલ સુરત ખાતે રહે છે. સુરતથી અછાલિયા આવેલ આ રાવ પરિવાર રોકડા રૂ.ત્રણ લાખ અને સોના ચાંદીના વિવિધ દાગીના લઇને અછાલિયા આવ્યુ હતુ. પ્રકાશચંદ્ર રાવ અને તેમના પત્ની દક્ષાબેન રાત્રે જમી પરવારીને સુઇ ગયા હતા.દરમિયાન રાત્રે ત્રણેક વાગ્યે દક્ષાબેન બાથરૂમ જવા ઉડ્યા ત્યારે

ઘરનો મેઇન દરવાજો અંદરથી બંધ જણાયો હતો. તેથી તેમણે

પ્રકાશચંદ્રને જગાડીને આ જણાવતા ફળિયામાં રહેતા અન્ય લોકોને

બોલાવ્યા હતા. ત્યારબાદ પાછળની બાજુએથી ઘરમાં જઇને જોતા

સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો. બેગમાં રાખેલા રોકડા રૂ.ત્રણ

લાખ અને સોના-ચાંદીના દાગીનાઓની ચોરી થયાનું જણાયુ હતુ.ઘર માલિક પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવને ચોરી થયાની જાણ થતાં તેઓને એટેક આવ્યો હતો અને રાતના પોણા ચારેક વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં તેમના પુત્રો

સુરતથી અછાલિયા દોડી આવ્યા હતા. મૃતક પ્રકાશચંદ્રના પુત્ર જયકુમાર પ્રકાશચંદ્ર રાવે આ અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ચોરીની આ ઘટનામાં બેગમાં મુકેલ રોકડા રૂ.ત્રણ લાખ તેમજ સોના-ચાંદીના વિવિધ ઘરેણા મળીને કુલ રૂ.૨૫૦૫૦૦૦ ની મતા તસ્કરો ઉઠાવી ગયા હતા.ઝઘડીયા રાજપારડી ઉમલ્લા આમ કુલ ૩ પોલીસ સ્ટેશનની પોલીસ હાઇવે પર રાત્રે પેટ્રોલિંગ માં વ્યસ્ત રહેતા તાલુકામાં થતી ઘરફોડ ચોરી ના પગલે રહીશો ચિંતા માં મુકાયા છે… ત્યારે ઝઘડીયા તાલુકાના તમામ પોલીસ સ્ટેશનોની પોલીસ રાત્રી દરમિયાન ગ્રામ્ય વિસ્તારો માં પણ પેટ્રોલિંગ કરે તે જરૂરી બન્યું છે..

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં પોલીસ તંત્ર હાઇવે તેમજ મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ કરી માસ્ક વિના ના લોકો ને ઝાડપવા માં મશગુલ બની છે તેવા માં ચોરો એ ફેંકેલા પડકાર નું કોકડું કેટલા દિવસો માં ઉકેલ છે તે હવે જોવું રહ્યું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here