હાલોલ: તલાવડીના જંગલમા યુવકો વચ્ચે યુવતી બાબતે થયેલી તકરાર મોતમાં પરિણમી,એક યુવકની નિર્મમ હત્યા

0
38 

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ તાલુકાના પાવાગઢ નજીક આવેલ તલાવડી ના જંગલમાં બે યુવાનો વચ્ચે યુવતીને લઇને કોઇ બાબતે મનદુઃખ થતાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં બે યુવાનો વચ્ચે તકરાર સર્જાતા ખંજર વડે હુમલો કરાતા પોતાના મિત્રને છોડાવવા પડેલા દશરથ નામના યુવાનને એક યુવાને પકડી રાખી જ્યારે બીજા એ છાતીના ભાગે ખંજર મારી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે અન્ય બે યુવાનોને પણ ખંજરના ઘા વાગતા તેઓને ઇજાઓ પહોંચવા પામી હતી બનાવ અંગે પાવાગઢ પોલીસ મથકે અમરાપુરા ગામના બે યુવાનો સામે હત્યાનો ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.
સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ઘાટા ગામે મંદિર ફળિયામાં રહેતા મહેશભાઈ સોમાભાઈ રાઠવા ને તાલુકાના અમરાપુરા ગામે રહેતા તેઓના મિત્ર જયદેવ ભાઈ વિઠ્ઠલભાઈ પરમાર અને સંજયભાઈ કંચન ભાઈ પરમાર પાવાગઢ નજીક આવેલ તલાવડી ખાતે આવેલ સ્મશાન સામેના જંગલમાં બાઇક લઇને મળવા આવ્યા હતા જેમાં તેઓએ મળવા આવેલા જયદેવે મહેશભાઈને કહ્યું હતું કે મારે તારા મિત્ર હિતેન્દ્રભાઈનું કામ છે માટે તું તેને અહીંયા બલાવ તેમ કહેતા મહેશે ફોન કરીને તાલુકાના વેડ ગામે રહેતા પોતાના મિત્ર હિતેન્દ્રભાઈ રાજેશભાઈ બારીયા ને મળવા બોલાવ્યા હતા ત્યાં તેઓની સાથે બાઈક પર વેડ ગામે રહેતા દશરથ અમરસિંહ બારીયા પણ સાથે આવ્યા હતા જ્યાં તલાવડી ના જંગલ ખાતે પાંચ જણા ભેગા થયા હતા ત્યાં જયદેવ હીતેન્દ્રને એક જંગલની ખુલ્લી જગ્યામાં અલગ લઈ જઇ કઈક વાતચીત કરવા લાગ્યો હતો જેમાં વાાતચિત દરમ્યાન એકાએક જયદેવે પૂર્વ આયોજન કરીને આવ્યો હોય તેમ પોતાના જોડેથી ખંજર કાઠી હિતેન્દ્ર ને મારવા જતા હિતેન્દ્ર ખંજરને રોકવા માટે કોશિશ કરતા હીતેન્દ્રના જમણા હાથે ખંજર વાગી જવા પામ્યું હતું આ જોઈ મહેશભાઈ અને દશરથ દોડી આવી વચ્ચે છોડાવવા પડતા હીતેન્દ્રની સાથે આવેલા સંજએ મહેશભાઈ ને પકડી લેતા મહેશભાઈ ને પણ જયદેવે હાથમાં ખંજર મારી દીધું હતું જ્યારે વચ્ચે છોડાવવા પડેલા દશરથને પણ સંજયે બે હાથથી પકડી રાખતા જયદેવે ખંજર વડે દશરથ પર હુમલો કરી તેની છાતીમાં ખંજર મારી દેતા દશરથ ની છાતીમાં ખંજરનો ઘા લાગતા દશરથ લોહીલુહાણ થઇ જમીન પર ફસડાઇ પડ્યો હતો જ્યાં થોડીક ક ક્ષણોના ઘટનાસ્થળે જ દશરથનું કરૂણ મોત નિપજયું હતું.


જેમાં પૂર્વ આયોજન કરી હિતેન્દ્ર સાથે તકરાર કરવા આવેલા જયદેવ અને સંજય દશરથ ની હત્યા કરી ત્યાંથી ભાગી છૂટયા હતા જ્યારે જયદેવે મહેશ અને હીતેન્દ્રને પણ ખંજર હાથમાં મારતા બન્ને ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા જેમાં સમગ્ર હત્યાકાંડ મામલે મહેશ રાઠવાએ પાવાગઢ પોલીસ મથકે ફરિયા નોંધાવી હતી જેમાં હિતેન્દ્ર અને જયદેવ ની વચ્ચે કોઈ છોકરી બાબતે કોઇ વાતને લઇને મનદુઃખ થયું હોવાને લઇ જયદેવ જીતેન્દ્રને પતાવી દેવાના મૂડમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ છોડાવવા પડેલા નિર્દોષ દશરથનું કરુણ મોત થતા મહેશની ફરિયાદને આધારે પાવાગઢ પોલીસે જયદેવ વિઠ્ઠલભાઈ પરમાર અને સંજયભાઈ કંચનભાઈ પરમાર. બન્ને. રહે. અમરાપુરાનાઓની સામે હત્યાનો ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી હત્યા અંગે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here