બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. દ્વારા વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં ગૌ માતા માટે ખોળ પહોંચાડયો.

0
43વાવાઝોડા ગ્રસ્તોની મદદ ટંકારા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. દ્વારા વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં ગૌ માતા માટે ખોળ પહોંચાડેલ છે.
તાજેતરમાં આવેલા વાવાઝોડા એ ભારે ખાના ખરાબી સર્જેલ છે .સૌથી વધુ મુશ્કેલી અબોલ પશુઓ માટે ના ઘાસચારાની છે. ઘાસચારાની ભારે અછત છે .મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની જાત માહિતી મેળવાયેલ. અબોલ પશુઓ માટે ઘાસચારા ભારે અછત હોવાની જાણ થયેલ.
મોરબી પોલિપેક એશોએશિયનના પ્રમુખ ટંકારાના યુવા ઉધોગપતિ અને સમાજ સેવા માટે હમેશા પ્રથમ હરોળમાં રહેતા જગદીશ પનારા દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં ગૌ માતા ને ધાસચારો જરૂરી હોવાનું ત્યા સેવા માટે ગયેલ યંગ ઇન્ડિયા ગુર્પ થકી માહિતી મળતા તાત્કાલિક નિરણ માટે વ્યવસ્થા કરી તાબડતોબ એક ગાડી પૌષ્ટિક કપાસિયા ખોળ ઉના તાલુકાના વિસ્તારમાં પહોંચતો કર્યો છે .
હાલ પણ નેચરલ ટેકનોફેબ અને બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ તથા પોલિપેક ઈન્ડસ્ટ્રીઝ ની ટીમો રહેણાંક ના નુકસાન સામે સહાય અને ધાસચારો સહિત સામગ્રી પહોંચતી કરવા કામે લાગી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here