ડાંગ જિલ્લામાં કોરોનાનાં વળતાં પાણી:આજે એક પણ કેસ સામે ન આવતા એક્ટિવ આંક માત્ર ૧૮

0
27ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા માટે રાહતનાં સમાચાર આજરોજ ફરી એક પણ પોઝિટિવ કેસ સામે ન આવતા જનજીવન સહિત વહીવટી તંત્રની ટીમે હાશકારો અનુભવ્યો હતો…રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી એવી ઘાતક લહેર ઢીલી પડી છે.ગત એપ્રિલ મહિનામાં વિસ્ફોટક સંક્રમણ બાદ હાલનાં મે મહિનામાં સંક્રમણનો દર ઘટતા લોકોની જાગૃતિ ફળદાયક સાબિત થવા પામી છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 685 પર પોહચ્યો છે.જેમાંથી 667 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.આજે 08 દર્દીઓને રજા અપાતા હાલની તારીખમાં માત્ર 18 દર્દીઓ એક્ટીવ હોય જે સારવાર હેઠળ રખાયા છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ મરણઆંક 28 પર પોહચ્યો છે.ડાંગ જિલ્લામાં ગતરોજ 2 નવા કેસ નોંધાયા હતા.તેવામાં આજરોજ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે ન આવતા ડાંગી જનજીવન સહિત વહીવટી તંત્રની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here