ડાંગ જિલ્લામાં સેવા હી સંગઠન અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતનો કાર્યક્રમ યોજાયો

0
45ડાંગ:-મદન વૈષ્ણવ

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીજીના ૩૦ મે ૨૦૨૧ ના રોજ કેન્દ્ર સરકારના સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે જેના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી  દ્વારા વઘઈ ખાતે દવાખાનામાં દર્દીઓને  ફ્રુટ , માસ્ક, સેનીટાઈઝર અને વઘઇ મેઈન બજાર અને એપીએમસી માર્કેટમાં માસ્ક તેમજ સેનીટાઇઝર વિતરણ નો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો સાથે વઘઇ અને આહવા ખાતે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીજી ના મનકી બાતનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ  ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું સાથે અલગ અલગ મુદ્દે મોદીજીએ વાત કરી હતી વઘઇ માં મનકી બાતના કાર્યક્રમમાં અને સેવા હી સંગઠન કાર્યક્રમ માં ડાંગ જિલ્લા ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ પ્રભારી સિતાબેન નાયક, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, જિલ્લા ભાજપના મહામંત્રી કિશોર ગાવિત, માજી જીલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ભાજપ સંગઠન ઉપ પ્રમુખ ધર્મેશભાઇ પટેલ, વઘઇ મંડલ મહામંત્રી રોહિતભાઈ સુરતી, કારોબારી સભ્ય રિતેશભાઈ પટેલ સહિતનાં હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here