વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે બાલાજી મેડીસીન નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર ઝડપાયો

0
59 

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે બાલાજી મેડીસીન નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે બાલાજી મેડીસીન નામના દવાખાનું કોઈપણ જાતની ડીગ્રી વગર આરોપી કનૈયાકુમાર મોતીશાહ ગુપ્તા (ઉ.વ.૨૬) રહે મૂળ બિહાર હાલ રાતાવીરડા તા. વાંકાનેર વાળો દવાખાનું ચલાવી બીમારી દર્દીઓની સારવાર કરતો હોય આરોપીને ઝડપી લઈને પોલીસે એલોપેથીક દવાઓનો જથ્થો કીમત રૂ ૩૧,૬૨૪ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, જગદીશભાઈ ગાબુ, અજયસિંહ ઝાલા અને સંજયસિંહ જાડેજા સહિતની ટીમ રોકાયેલ હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here