ટંકારામાં આર્ય વિદ્યાલય અને સીટી આર્ટ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ

0
24ટંકારાની લતીપર ચોકડીએ  આવેલ શિવમ કોમ્પલેક્ષ પટાંગણમાં વૈદિક યજ્ઞ કરાયેલ.તેમાં આજુબાજુના દુકાનદારો તથા લોકોએ યજ્ઞમાં ભાગ લીધેલ અને આહુતી આપેલ.

ટંકારા વિસ્તારમાં આર્ય વિદ્યાલયમ ના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા, મંત્રી મેહુલભાઈ કોરીંગા ,સીટી આર્ટ ગ્રુપના જીતુભાઈ ગોધાણી,આર્ય સમાજ ત્રણ હાટડી ના મંત્રી દેવજીભાઈ પડસુંબીયા,વાઘગઢ પ્રાથમિક શાળાના આચાર્ય રમણીકભાઈ વડાવીયા,રાજેશભાઈ ગોધાણી,વિશાલભાઈ કોરિંગા પીન્ટુભાઇ ગોધાણી વિગેરે યુવાનો ની ટીમ બનાવી જુદા જુદા વિસ્તારમાં ટ્રેક્ટરો દ્વારા ઉંડા ખાડા ખોદી જુદી જુદી જાતના ત્રણથી  10 ફૂટ ઊંચા ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ લોકોના સહકારથી કરાયેલ.દરેક વૃક્ષોને પિંજરા  દ્વારા રક્ષણ અપાયેલ. છોડ, પિંજરા તથા ખાડા ખોદવા સહિતના છોડ દીઠ પાંચસો થી હજાર રૂપિયાનો સરેરાશ ખર્ચ થાય છે. આર્ય વિદ્યાલયમ તથા સીટી આર્ટ ગ્રુપના દ્વારા તાજેતર ની મહામારીમાં ઓક્સિજનના બાટલાઓ નું  વિતરણ કરાયેલું તેમજ ટિફિન સેવા પૂરી પડાયેલ મહામારીમાં લોકોને ઓક્સિજન નું વૃક્ષોનું મહત્વ સમજાયેલ છે.

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here