નાળાના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગેની તપાસ ન થતી હોવાથી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી

0
29શહેરના વોર્ડ નંબર ૩મા  સંવિધાનીક રીતે કામો ન થતાં હોવાથી તેમજ અહીં ભ્રષ્ટાચાર આચરવા તેમજ એક શેઠને ફાયદો પહોંચાડી આખા વિસ્તાર ના લોકોના જીવ જોખમ માં નાખવા બનાવેલ નાળાની અનેકો વખત રજૂઆતો કર્યા છતાં  નગર સેવા સદન રાપર દ્વારા વોર્ડ નંબર ૩ માં ૪૦ લાખના ના ખર્ચે બનાવેલા આ  નાળાના કામ માં થયેલ ભ્રષ્ટાચાર અંગેની તપાસ ન થતી હોવાથી તેમજ સુખદધાર, વોકળા તેમજ ગેલીવાડી વિસ્તાર ને જોડતા એક માત્ર મુખ્ય રસ્તા પર અમુક રાજ્યકિય લોકો તેમજ ભુ માફિયાઓ દ્વારા દિવાલ કરી ને દબાવી લીધેલ છે.

જેની અનેકો વખત રજૂઆતો કર્યા છતાં કોઈ નીવડો ન આવતા અંતે કંટાળીને વિસ્તાર ના લોકો દ્વારા આ સમગ્ર કૌભાંડ બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબ ને આવેદન પત્ર આપી  તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી હતી  અને આગામી  તારીખ ૮/૬/૨૦૨૧  ધરણાં પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here