ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે બે કર્મચારીઓ વય નિવૃત્ત થતા તેઓને વિદાય અપાઈ..

0
37ડાંગ:- મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન SBI બેંકમાં વર્ષોથી પટ્ટાવાળા તરીકે પોતાની ફરજ અદા કરનાર શિલ્પુભાઈ ભોયે તથા જનતા હાઈસ્કૂલ શામગહાન શાળામાં પણ વર્ષોથી પટાવાળા તરીકે ફરજ બજાવનાર કાશીરામભાઈ ચૌર્યા જે બન્ને કર્મીઓ આજરોજ 31-05-2021નાં રોજ વયનિવૃત થતા કોરોનાની ગાઈડલાઈન મુજબ બેંક કર્મીઓ તથા શાળાનાં કર્મીઓ દ્વારા તેઓનો વિદાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.અહી શાળાનાં કર્મચારીઓ સહિત બેંક કર્મીઓની ટીમે વય નિવૃત થયેલ આ બન્ને કર્મચારીઓને પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી તેઓની કામગીરીને બિરદાવી વિદાઈ આપી હતી.આ વિદાય કાર્યક્રમ પ્રસંગે શામગહાન એસ.બી.આઈનો સ્ટાફ,જનતા હાઈસ્કૂલ શામગહાનનાં આચાર્ય મનુભાઈ ગાવીત,અરુણભાઈ પાલવે,યુવા નેતા સંતોષભાઈ ભૂસારા ઉપસ્થિત રહયા હતા…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here