કાલોલ શહેર સંગઠન દ્વારા સેવા સપ્તાહની ઉજવણી. ભાજપ ના કાર્યકરોએ શહેર સહિત તાલુકામાં માસ્કનું વિતરણ કર્યું

0
28પંચમહાલ ‌કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત વર્ષ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના યશસ્વી સાત વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે સમગ્ર વિશ્વ મા આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરીને ને અભૂત પૂર્વ નિર્ણય લઇ “સેવા હી સંગઠન હૈ” ના મંત્ર ને સાર્થક કરી ને સમગ્ર દેશની જનતા ની સેવા સરકાર અને સંગઠન થકી થઈ રહી છે.કાલોલ નગર સંગઠન પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જઇ માસ્ક ફરજિયાત પહેરો અને કોરોના મહામારી થી રક્ષણ મેળવવા લોકોને સમજાવી ને માસ્કનું વિતરણ કર્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સહિત શહેર સંગઠનના કાર્યકર્તાઓએ આ સેવાનું કાર્ય કર્યું હતું જેમાં આ સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ યોગેશભાઈ પંડ્યા, ભાજપ શહેર પ્રમુખ ગૌરાંગ દરજી,મહામંત્રી પ્રતિકભાઈ,નગરપાલિકા પ્રમુખ શૈફાલીબેન,માજી નગરપાલિકાના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ નારાયણભાઈ કાછિયા,કારોબારી અધ્યક્ષ યુવરાજસિંહ, પિંકેશભાઇ પારેખ, પ્રતિકભાઈ, કિરણભાઈ સહિતના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here