હાલોલ:-કોરોના સંક્રમણને પગલે પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ આગામી ૧૦ જુન સુધી બંધ રાખવાનો નિર્ણય.

0
20પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

સમગ્ર દેશ અને ગુજરાતને પોતાના ભરડામાં લઇ હાહાકાર મચાવનાર કોરોના મહામારી ની બીજી ઘાતક લહેરને પગલે ગુજરાતભરમાં આવેલા તમામ મોટા યાત્રાધામો બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં હાલમાં પણ સમગ્ર ગુજરાતભરમાં યાત્રાધામો ભાવિક દર્શનાર્થીઓ માટે બંધ છે જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શ્રી મહાકાળી માતાજીનું મંદિર પણ છેલ્લા કેટલાય સમયથી ભાવિક ભક્તોના દર્શનાર્થે બંધ રાખવામાં આવેલ છે જેમાં પહેલી 1લીજૂનના રોજ થી ખુલનાર મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલવાનો નિર્ણય લંબાવી દઈ વધુ 10 દિવસ સુધી બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શ્રી કાલિકા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 10/06/2021 સુધી કોરોના સંકટને પગલે શ્રી મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તજનો માટે બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઇ લાંબા સમયથી મહાકાળી માતાજીના દર્શનાર્થે ન આવી શકનાર ગુજરાત સહિત આંતર રાજ્યોના મહાકાળી માતાજીના ભાવિક ભક્તોમાં ભારે નિરાશા છવાઈ જવા પામી છે જોકે માઇ ભક્તો માતાજીના દર્શનથી વિમુખ ન રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ઓન લાઈન વર્ચ્યુલ દર્શન ભક્તજનો લાઈવ કરી શકે તે માટે ની વ્યવસ્થા મંદિરની વેબસાઈ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here