મહામારીની મંદીમાં લાચાર વેપારીઓ

0
29


રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ

તારીખ 31 મે ના રોજ અમારા રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ એ કાલુપુર સ્ટેશન નજીક આવેલ બીબીસી માર્કેટ તથા પાંચકુવા રેવડી બજાર ની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વેપારી મિત્રો તથા કારીગરો અને મજૂર વર્ગના માણસો ની વ્યથા જાણવાનો પ્રયત્ન કર્યો હતો, બીબીસી માર્કેટ ની ઓફિસ ની અંદર હરેશભાઇ પટેલ તથા રાજુભાઈ ની સાથે વાતચીત કરી હતી અને એમને જણાવ્યું હતું કે વેપારી મિત્રો એટલા બધા કંટાળી ગયા છે ના કોઈ ગ્રાહક આવે છે ના કોઈ ઉઘરાણી આવે છે.

સાથે માણસોના પગાર લાઈટ બિલ તથા અન્ય ખર્ચ તો ચાલુ જ છે હવે ધંધો કેવી રીતે કરવો એ પણ મૂંઝવણ છે અને સરકારશ્રીના 3 વાગ્યાથી માર્કેટ બંધ કરવાનો જે આદેશ છે જેના થી લોકોને ઘરે જવામાં ટ્રાફિક તથા માથે તડકો પણ સહન કરવો પડે છે. તો હવે વેપારી મિત્રોને એવું કહેવું છે કે જો સરકાર સાત વાગ્યાનો સમય કરી આપે તો અમને થોડો થોડો ધંધો કરવામાં પણ સરળતા પડે.

The post મહામારીની મંદીમાં લાચાર વેપારીઓ appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here