ફિલ્મોમાં કામ અપાવવાને બહાને મોડેલ સાથે દુષ્કર્મ

0
120મુંબઈ: ફિલ્મોમાં કામ અપાવવાને બહાને ૨૮ વર્ષની મોડેલ સાથે કથિત દુષ્કર્મ આચરવા પ્રકરણે બાંદ્રા પોલીસે જાણીતા ફોટોગ્રાફર, પ્રોડ્યુસર, ટેલેન્ટ મેનેજર, ફિલ્મ પ્રોડ્યુસરના પુત્ર સહિત નવ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મોડેલે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ફોટોગ્રાફરે ૨૦૧૪ અને ૨૦૧૮ દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ફોટોગ્રાફર વિરુદ્ધ બળાત્કારની, જ્યારે બાકીના લોકો વિરુદ્ધ હુમલો કરવા સંદર્ભેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અંધેરીમાં રહેતી મોડેલે આ અગાઉ ૧૨ એપ્રિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાની વ્યથા કહી હતી. કામના સમયે કઇ રીતે તેનું શારીરિક-માનસિક શોષણ કરવામાં આવ્યું તે જણાવ્યું હતું. ઉપરાંત તેણે સિનિયર પોલીસ ઓફિસરોને પત્ર લખ્યો હતો, જેમાં તેનું શારીરિક શોષણ તેમ જ તેના પર હુમલો કઇ રીતે કરવામાં આવ્યો તેની માહિતી આપી હતી. આને પગલે બાંદ્રા પોલીસે ૨૬ મેના રોજ નવ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.

ફોટોગ્રાફરે આ અગાઉ આક્ષેપોને ખોટા અને અપમાનજનક ગણાવીને ફગાવી દીધા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અને ન્યૂઝ આર્ટિકલ આવ્યા છે, તેમાંના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને અપમાનજનક છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here