મોરબીમાં પીસ્તોલ સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લોની ટીમ

0
67
મહારાણા પ્રતાપચોક પાસેથી દેશી બનાવટની મેગ્ઝન વાળી પીસ્તોલ નંગ-૦૧ કી.રૂ. ૧૦,૦૦૦/- તથા જીવતો કાર્ટીસ નંગ-૦૧ કી.રૂ.૧૦૦/- મળી કુલ રૂ. ૧૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લોની ટીમ

મોરબી જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નસીલ હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને સયુંકત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે મોરબી ૨ મહારાણાપ્રતાપ ચોક પાસે એક ઇસમ પેન્ટના નેફામાં ગેકા. રીતે હથીયાર દેશી બનાવટની મેગ્ઝન વાળી લોડેડ પીસ્તોલ રાખી ઉભેલ છે. તેવી ચોકક્સ બાતમી હકીકત મળેલ હોય જે હકિકત આધારે મહારાણાપ્રતાપ ચોક, કડીયા બોડીંગ પાસેથી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ સ્ટાફના માણસોએ એક ઇસમને પકડી પાડી તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝન વાળી લોડેડ પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતો કાર્ટીસ નંગ-૦૧ કી.રૂ.૧૦૦/- મળી કુલ કી.રૂ. ૧૦,૧૦૦/ નો મુદામાલ મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ, મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આરોપીના નામ નદીમ અબ્દુલભાઇ બ્લોચ/મકરાણી ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે મકરાણીવાસ, બ્રાહ્મણની ભોજનશાળા પાછળ, શેરી નં.-૩ મોરબી કબજે કરેલ મુદામાલ દેશી બનાવટની મેન્જન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતો કાર્ટીસ નંગ-૦૧ મળી કુલ રૂ. ૧૦,૧૦૦/

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ વી.બી.જાડેજા પો.ઇન્સ, એન.બી.ડાભી પો.સ.ઇ. એલ.સી.બી. મોરબી તથા HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા,ચંદુભાઇ કાણોતરા પૃથ્વીરાજસિંહ જાડેજા,સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા PC ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર,નિરવભાઇ મકવાણા, વિક્રમભાઇ ફુગસીયા, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here