મોરબી : ૭ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

0
47ટંકારા પો.સ્ટે.ના છેતરપીંડી,વિશ્વાસઘાતના ગુનામાં તેમજ મોરબી સીટી-એ ડીવી. પો.સ્ટે.ના જુગાર ધારાના એમ બંને ગુનામાં છેલ્લા ૭ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

પોલીસ અધિક્ષક નાઓએ પેરોલ ફર્લો, વચગાળાના તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજા નાઓને જરૂરી સુચના આપતા જેઓના માર્ગદર્શન હેઠળ એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસોને ખાનગી રાહે હકીકત મળેલ હોય કે ટંકારા પો.સ્ટે. ખાતે રજી થયેલ છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનાના તથા મોરબી સીટી-એ ડીવી. પો.સ્ટે.ના ક્રિકેટ સટ્ટાના જુગારના કેસના નાસતા ફરતા આરોપીઓ સુરત શહેર ખાતે હોવાની ચોક્કસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે ઉપરોકત પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી સુરત શહેર ખાતે તપાસ કરતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડેલ છે.

ટંકારા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૭૭૭/૨૦૨૦ આઇ.પી.સી. કલમ. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના કામના નાસતા ફરતા આરોપી (૧) સોહીલ ઇકબાલભાઇ તરખેસા/પીંજારા ઉવ. ૩૦ (ર) રજાક ઉર્ફે હકો કરીમભાઇ ચૌહાણ ઉવ. ૪૮ રહે. બંને બોખલા દરવાજા હુશેની ચોક, જેતપુર જી. રાજકોટ હાલ રહે. સુરત કામરેજ-સરથાણા રોડ ખોડીયાર પાર્કીંગ, ભીખાલાલ મોચીના ગેરેજમાં વાળાઓને તા.૩૧/૦૫/૨૦૨૧ ના કલાક. ૦૬/૦૦ વાગ્યે પકડી પાડી હસ્તગત કરેલ છે. મોરબી સીટી-એ ડીવી. પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૭૦૭/૨૦૨૦ જુગાર ધારા કલમ, ૧૨ અ મુજબના કામના નાસતા ફરતા આરોપી પારસભાઇ ચંદુભાઇ વસાણી /લુવાણા ઉવ ૪૮ રહે. સુરત હજીરા રોડ, આર.ટી.ઓ. ઓફીસ સામે, રાજહંસ એલીટા એ-૪૦૨ પાલ અડાજણ પો.સ્ટે. સુરત શહેર વાળાને તા.૩૧/૦૫/૨૦૨૧ ના કલાક. ૦૯/૦૦ વાગ્યે પકડી પાડી હસ્તગત કરેલ છે.

આમ ઉપરોકત બંને ગુનાના છેલ્લા ૭ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડી ટંકારા પો.સ્ટે. તથા મોરબી સીટી-એ ડીવી. પો.સ્ટે. તરફ આગળની કાર્યવાહી અર્થે શોપેલ છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here