ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતમાં કૉંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પક્ષનાં નેતાઓની નિમણુંક કરાઈ..

0
29ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત થઈ છે.જેમાં ત્રણેય તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનાં ફાળે 07 જેટલી બેઠકો આવતા આજરોજ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જિલ્લાનાં ત્રણ તાલુકાઓમાં વિરોધ પક્ષના નેતા તરીકેનાં નામો જાહેર કર્યા હતા..
<span;>પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભાજપ પક્ષની ભવ્ય જીત બાદ જિલ્લા તેમજ તાલુકા લેવલે ભાજપ સત્તા પક્ષે મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.ડાંગ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની વિરોધ પક્ષ તરીકે નહિવત સમાન સીટો આવી હતી.આહવા,વઘઇ અને સુબિર તાલુકાની કુલ-48 બેઠકોમાંથી 41 બેઠકો ઉપર ભાજપાનાં ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી.જ્યારે ત્રણેય તાલુકા પંચાયતની 48 બેઠકો પૈકી આહવા તાલુકા પંચાયતમાં 03 બેઠકો,વઘઇ તાલુકા પંચાયતમાં 02 બેઠકો તથા સુબિર તાલુકા પંચાયતમાં 02 બેઠકો કૉંગ્રેસનાં ફાળે આવી હતી.ત્રણેય તાલુકા લેવલે ફક્ત 7 સીટો કોંગ્રેસનાં ફાળે ગઈ હતી.ત્યારે વિરોધ પક્ષમાં રહેલ ગણ્યા ગાંઠિયા કોંગ્રેસનાં નેતાઓની કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિમણુંક કરવામાં આવી છે.આહવા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસ વિરોધ પક્ષનાં નેતા તરીકે મહેશભાઈ નાનુભાઈ ગવળી,વઘઇ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષનાં નેતા તરીકે  પાંડુરંગભાઈ ગંગારામભાઈ દેશમુખ તેમજ સુબિર તાલુકા પંચાયતમાં  વિરોધ પક્ષનાં નેતા તરીકે દેવરામભાઈ અર્જુનભાઈ ગવળીની નિમણુંક આપવામાં આવી છે.ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકા પંચાયતમાં નિમણૂક કરાયેલ વિરોધ પક્ષનાં નેતાઓને તાલુકા પંચાયતની રેકર્ડ પર નોંધ લઈ અલગ ઓફીસ ફાળવણી માટે ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખી ઘટતુ કરવાની વિનંતી કરી છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here