સાઠંબા પોલીસની નિષ્ફળતા ચોરીઓનો સિલસિલો યથાવત સત કૈવલ રેસીડેન્સીમાં તસ્કરો હાથફેરો કરી ગયા

0
31વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર

અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં સતત થઈ રહેલી ચોરીઓના કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે તેમજ લોકો દ્વારા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે બાયડ તાલુકાના સાઠંબામાંં આવેલી સત કૈવલ રેસીડેન્સીમાં કાંતિભાઇ ભુરાભાઇ પરમારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે
સાઠંબા નગરમાંં પ્રાથમિક શાળા, અંબિકા પાર્ક સોસાયટી, અંબિકાનગર વિસ્તાર કે જે પોલીસ સ્ટેશનથી લગભગ પાંચસો મીટરની અંદર આવેલા વિસ્તારો છે,તેવા વિસ્તારોમાં અત્યાર સુધી તસ્કરો હાથ ફેરો કરી ગયા છે,ત્યારે હવે સાઠંબા પોલીસ મથકથી ફક્ત ત્રણસો થી ચારસો મીટર દૂર બાયડ રોડ પર આવેલી સત કૈવલ રેસીડેન્સીમાં રહેતા કાંતિભાઇ ભુરાભાઈ પરમાર તેમના માદરેવતન આસપુર મુકામે પ્રસંગ હોવાથી ઘરે ગયા હતા, તે દરમિયાન તસ્કરોએ તકનો લાભ ઉઠાવી રવિવારે રાત્રે તેઓના બંધ મકાનમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી ઘરવખરીનો બધો સામાન વેરવિખેર કરી ઘરની અંદરથી તિજોરી તોડી રોકડ રકમ રૂપિયા વીસ હજારનો હાથફેરો કરી ગયાનું જાણવા મળેલ છે સોસાયટીના સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ચડ્ડીબનીયનધારી સાત ચોરોની ટોળકી આવી હતી જે તસ્કરો બીજા મકાનને નિશાન બનાવે તે પહેલાં રહીશો જાગી જતાં અને બુમાબુમ કરી મુકતાં ચડ્ડીબનીયાનધારી ચોરોની ટોળકી રાત્રીના અંધકારનો લાભ લઈ નાસી છુટવામાં સફળ થયા હતા ઘટનાની જાણ સાઠંબા પોલીસને થતાં ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાક મહિનાઓથી સાઠંબા નગરમાં સતત થઈ રહેલી ચોરીઓના કારણે લોકો ભયભીત છે,ત્યારે વિસ્તારમાં થઈ રહેલી ચોરીઓની ઘટનાઓને અટકાવાવમાં નિષ્ફળ રહેલી સાઠંબા પોલીસ અત્યાર સુધીમાં નોંધાયેલા ચોરીના એક પણ ગુન્હાનો ભેદ પણ ઉકેલી ન શકતાં ” સુરક્ષા.. શાંતિ.. સલામતી.. ” ના સાઠંબા પોલીસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here