શિનોર રેલવે ગળનાળા પાસે રહેતાં શ્રમિક પરિવાર ના ૧૦ વર્ષ ના બાળક ની ગળે ટૂંપો આપીને નિર્દય હત્યા કરનાર બે પાડોશી આરોપીઓની શિનોર પોલીસે ગણતરીના કલાકમાં જ દબોચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

0
96
વડોદરા જિલ્લાના શિનોર રેલવે ગળનાળા પાસે રહેતાં એક જ કોમના બે પાડોશી વચ્ચે 25 દિવસ અગાઉ થયેલાં ઝગડા ની અદાવત રાખી પાડોશીના 10 વર્ષના પુત્રને ગળામાં દોરી વડે ફાંસો આપીને નિર્દયી હત્યા ની બનેલી ઘટના ના પગલે પંથકમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી પાડોશી દ્વારા 10 વર્ષના માસૂમ કિશોર ની નિર્દયી રીતે કરવામાં આવેલ હત્યાના બનાવ ના પગલે શિનોર પી.એસ.આઈ.વી.એસ ગાવીત ,કરજણ સી.પી.આઈ.,ડભોઇ ડી.વાય.એસ.પી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી,ઘટના સ્થળ નું નિરીક્ષણ કર્યું હતું.શિનોર પોલીસે મૃતક કિશોર ના દાદા ની ફરીયાદ ના આધારે નિર્દયી હત્યા કરનાર પાડોશી આરોપીઓને ગણતરી ના કલાકમાં દબોચી લઈને મેડિકલ પરીક્ષણ સહિત ની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર.ફૈઝ ખત્રી…શિનોરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here