રાજપારડી પાસેના પ્રાંકડ ગામે સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર 

0
28
ઝઘડિયા તાલુકામાં ચોરો બન્યા બેફામ ત્રણ દિવસ ના ટૂંકા સમય ગાળા મા ૨ ચોરીના બનાવ ઝઘડિયા તાલુકાના રહીશો ચિંતિત

 

રાજપારડી પાસેના પ્રાંકડ ગામે સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર

 

અજાણ્યા ચોરો સોના ચાંદી તેમજ રોકડ રકમ મળી ૨,૯૨,૯૦૦/- લઇ ફરાર

 

 

 

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે આવેલા પ્રાંકડ ગામના દિલિપસિંહ છત્રસિંહ પ્રાકડાએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીના મકાનના પાછલા ભાગે જાળીને તાળુ મારવાના નકુચાને કોઇ સાધન વડે તોડી મકાનમાં પ્રવેશી તિજોરી ખોલી તેમાથી સોના ચાંદીના દાગીના,રોકડા રૂપિયા આમ કુલ મળી ૨,૯૨,૯૦૦ રૂપિયાનો મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાછે. મળતી માહિતી અનુસાર મકાન મા રહેતા લોકો ગરમી ના ઉકળાટ ના કારણે ઘર ની બહાર ના ભાગે રાત્રી દરમ્યાન સુતા હતા. રાત્રે ૧૧ થી સવારે ૪ વાગે દરમિયાન આ બનાવ બન્યો હતો મકાન માલિક ના પત્ની સવારે ૪ વાગ્યે તેમના મકાન મા આવેલ દરવાજો ખોલતા તે ના ખુલતા ઘર ના લોકો ને ઘટના ની જાણ કરી અને બધા લોકો એ ભેગા મળી ને દરવાજો ખોલી જોતા તેઓનો દરવાજો કોઈ મજબૂત દોરી વડે બાંધી દીધો હતો અને પાછળ ના ભાગે જોતા પાછળ નો દરવાજા નો નકુચો કોઈક મજબૂત સાધન વડે તોડી ઘર ની તિજોરી મા મુકેલ રોકડ રકમ અને સોના-ચાંદી ના દાગીના એમ કુલ મળી ૨,૯૨,૯૦૦/- ની ચોરી થઈ ગયેલ છે ઘટના બાબતે રાજપારડી પોલીસ સ્ટેશન મા જાણ કરતા ઘટના સ્થળે ડી. વાય. એસપી. ચિરાગ દેસાઈ, પી.એસ. આઈ.જે. બી. જાદવ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયા હતા. અને ઘટના બાબતે રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી ચોરોની શોધખોળ કરી ગુનો ડિટેક્ટ કરી ચોરોને ઝેલના સળીયા પાછળ ધકેલી દેવાના પ્રયાશો હાથધર્યાછે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પેહલા ઝઘડીયાના અછાલિયા ગામે ૨૫ લાખ રૂપિયા ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી આમ તાલુકામાં ટુંકા દિવસોમાં ચોરીઓની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવતા તાલુકાની પ્રજા ચિંતિત બનીછે પોલીસ તંત્ર ચોરોને કાયદાનુ ભાન કરાવે તેવી લોકો માંગ કરી રહ્યાછે

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here