રાજકોટમાં મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, 14 આરોપીની ધરપકડ જેમાં જેતપુરના બે મેડિકલ એજન્સી સંચાલક પણ પકડાયા

0
57







રાજકોટમાં મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, 14 આરોપીની ધરપકડ જેમાં જેતપુરના બે મેડિકલ એજન્સી સંચાલક પણ પકડાયા

રાજકોટમાં એક તરફ કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી કરી રહ્યું છે. બીજી તરફ આ મહામારીના સમયમાં કાળાબજારીયાઓ બેફામ બન્યા છે. રાજકોટમાં રેમડેસિવિર બાદ મ્યુકોરમાયકોસિસ સારવાર માં વપરાતા એમફોટેરીસીન બી ઇન્જેક્શન ની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે જેમાં રાજકોટ SOG પોલીસે સુરતના મુખ્ય આરોપી હાર્દિક પટેલ સહિત 14 આરોપીની ધરપકડ કરી 4,23,467 કિંમતના 101 ઇન્જેક્શન કબજે કરી કુલ 7 લાખ 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી
રાજકોટ શહેર SOG પોલીસને બાતમી મળી હતી જેમાં રૈયા રોડ પર સેલ્સ હોસ્પિટલ નજીક મેહુલ કટેસીયા નામનો વ્યક્તિ મ્યુકોરમાયકોસિસ સારવાર માટે વપરાતા એમફોટેરીસીન બી ઇન્જેક્શન જેની મૂળ કિંમત રૂપિયા 345 છે જેના બદલે રૂપિયા 6500 વસૂલી કાળાબજારી કરતા હતા જે આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી બે ઇન્જેક્શન કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા
ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી સુરતનો હાર્દિક પટેલ હોવાનું સામે આવતા હાર્દિક પટેલ સહિત 14 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પકડાયેલ 14 આરોપીના નામ અને વ્યવસાય
1.મેહુલભાઇ ગોરધનભાઇ કટેશીયા – નર્સિંગ સ્ટાફ
2.રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ વંસ – ધંધો
3.અશોક નારણભાઇ કાગડીયા – નર્સિંગ સ્ટાફ
4.નનકુંજ જગદીશભાઇ ઠાકર – ખાનગી નોકરી
5.વત્સલ હરાજભાઇ બારડ – ખાનગી નોકરી
6.યશ ક્રદલીપકુમાર ચાવડા – ધંધો
7.સાગરભાઇ ચમનભાઇ કીયાડા – મેડિકલ એજન્સી સંચાલક (મેડીકેર ફાર્મા) જેતપુર
8.ઉત્સવ નપયુષભાઇ નીમાવત – ખાનગી નોકરી
9.રૂદયભાઇ મનસુખભાઇ જાગાણી – CCTV કેમેરા ફિટિંગ
10. હીરેન મનસુખભાઇ રામાણી – દવા એજન્સી (જનતા ડ્રગ્સ)જેતપુર
11.હાદીક મુકેશભાઇ વડાલીયા – નોકરી કેમિકલ કંપની
12.શુભમ રામપ્રશાદ તીવારી – સ્ટોર ઇન્ચાર્જ – ઇન્જેક્શન કંપની
13.નવશ્વાસ રાયનસિંગ પાવરા – નોકરી ઇન્જેક્શન કંપની
14.અભિષેક કુમાર શ્રવણકુમાર શાહ – નોકરી ઇન્જેક્શન કંપની



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here