ડાંગમાં વરસાદ પડતાં ગામે વૃક્ષ ધરાસય થતાં ત્રણ બાઇકને નુકશાન સાથે એક યુવાન વૃક્ષ નીચે દબાતા ગંભીર ઇજા

0
31







  1. ડાં:- મદન વૈષ્ણવ

જૂન મહિનાનાં પ્રથમ દિવસથી જ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુનું આગમન:- પવનનાં સુસવાટા અને વરસાદી માહોલમાં આહવા તાલુકાનાં ગલકુંડ ગામે માર્ગની સાઈડમાં તોતિંગ વૃક્ષ ધરાશયી થઈને ઉભેલી ત્રણ મોટર સાઇકલ પર પડતા ઘટના સ્થળે ત્રણેય મોટર સાઈકલનો ખુરદો બોલાઈ ગયો.જ્યારે સ્થળ પર હુંબાપાડાનો  મોટરસાયકલ ચાલક યુવાન ધરાશયી વૃક્ષ નીચે દબાતા તેણે ગંભીર ઇજા પોહચતા તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી….

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં જૂન મહિનાનાં પ્રથમ દિવસે જ ચોમાસાની ઋતુનાં વરસાદી માહોલે દસ્તક દેતા સર્વત્ર પાણી પાણીનાં નીર ફરી વળવાની સાથે ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,આહવા,ગલકુંડ તથા પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં આજરોજ બપોરબાદ નિલગગન આભલામાં વાદળોનાં ઘેરાવા બાદ ગાજવીજ સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામે વરસાદી માહોલમાં ફૂંકાયેલ વાવાઝોડામાં માર્ગની સાઈડમાં આવેલ તોતિંગ વૃક્ષ ધરાશયી થઈને નીચે પડી જતા આ વૃક્ષ નીચે ઉભેલી મોટરસાઇકલ ન.જી.જે.30.સી.6951 તથા જી.જે.30.બી.5308 તેમજ જી.જે.05.9889નો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.અહી સ્થળ ઉપર ઉભેલા બાઇક ચાલક નામે સંતોષભાઈ ભોયે ને નજીવી ઇજા પોહચી હતી.જ્યારે અન્ય બાઇક ચાલક નામે નિતીનભાઈ કૈલાશભાઈ માહલે.રે.હુંબાપાડા તા.આહવા જેઓ ધરાશયી વૃક્ષ નીચે દબાતા તેના માથાનાં તથા પગનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.જ્યા આ યુવાનની હાલત નાજુક જનતા વધુ સારવારનાં અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં મંગળવારે પડેલ વરસાદનાં પગલે સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી…



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here