મલેકપુર ખાતે વય નિવૃત્તિસન્માન કાર્યક્રમ યોજાયો

0
43
તાજેતરમાં મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે ગ્રામ્ય જીવન કેળવણી મંડળ સંચાલિત મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર હાઇસ્કુલ માં સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શિવાભાઈ મુળજી ભાઈ પટેલ નો વય નિવૃત્તિ ના કારણે,શાળા સંચાલક મંડળ અને શાળા પરિવાર તરફથી તા-31-05-21ને સોમવાર ના રોજ સવારે 9-00કલાકે, મલેકપુર હાઇસ્કુલ માં વિદાય સન્માન પત્ર અર્પણ તેમજ ભેટ સોગાત અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

શરુઆતમાં મંત્ર બોલી સૌ એ ભગવાન ની પ્રાર્થના કરી હતી. સન્માન પત્ર ના શબ્દો નું વાંચન શાળા ના મ.શિ. રાજુ ભાઈ જોષી એ કર્યું હતું. ત્યાર બાદ મંડળ ના પ્રમુખ  એ,ફૂલહાર થી તથા શાલ ઓઢાડીને શિવાભાઈ પટેલ નું સન્માન કર્યું હતું. મંડળ દ્વારા ભેટ સોગાત માં,સ્ટોલ નો નળો,શ્રીફળ,રકમ ની ભેટ અર્પણ કરાઇ હતી. તથા શાળા પરિવાર દ્વારા કુલર જેવી ભેટ તથા સન્માન પત્ર તથા અલગ અલગ,શિક્ષકો દ્વારા પણ ભેટ ની રકમ અર્પણ કરાઇ હતી.

સદર કાર્યક્રમ માં મંડળ ના પ્રમુખ ભુલાભાઈ સબૂર ભાઈ પટેલ,ઉપ પ્રમુખ  નરેન્દ્ર સિંહ ઇન્દ્રસિહ સિસોદિયા,મંત્રી દિગવિજયસિહ હડમતસિહ સિસોદિયા,સહ મંત્રી અને (પત્રકાર)હરિપ્રસાદ નાથાલાલ રાવલ,તથા મંડળ ના કારોબારી (ટ્રસ્ટીસભ્યો,)દેવેન્દ્ર ભાઈ શિવા ભાઈ પટેલ,મોતીભાઈ વીરાભાઇ પટેલ,જયેશભાઇ મોતીભાઈ પટેલ સહિત હાઇસ્કુલ ના ભૂતપૂર્વ આચાર્ય નારણભાઇ મણીભાઈ પટેલ,હાલ ના આચાર્ય શૈલેશ ભાઈ મોતીભાઈ પટેલ,તથા સમગ્ર સ્ટાફ પરિવાર ના ભાઈ બહેનો સહિત ઉચ્ચતર વિભાગ ના વિજય ભાઈ કરુણાશંકર રાવલ,સહિત અન્ય સ્ટાફ ગણ હાજર રહ્યો હતો. ભૂતપૂર્વ આચાર્ય નારણ ભાઈ પટેલે તથા શાળા ના જુદા જુદા શિક્ષકો એ પોતાના ભાવ પ્રતિભાવો રજૂ કર્યા હતા.

મંડળ ના મંત્રી  તથા સહ મંત્રી એ પોતાના ભાવ પ્રતિભાવો રજૂ કર્યા હતા. જેમાં હવે પછી નું શેષ બાકી જીવન,સારી રીતે પસાર થાય,સ્વાસ્થ્ય મય રહો સુરક્શિત રહો,તંદુરસ્ત રહો,આયુષ્ય વાન બનો. તેવા આશીર્વાદ સાથે,શાળા નું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાળા ના આચાર્ય  શૈલેષભાઇ મોતીભાઈ પટેલે શિવાભાઈ મુળજી ભાઈ પટેલ ના વખાણ કરી,તેમણે કરેલી કામગીરી ની પ્રશંસા કરી હતી. નિવૃત્તિ લેતા શિવાભાઈ મુળજી ભાઈ પટેલે,પોતાના,ભાવ પ્રતિભાવો રજૂ કર્યા હતા અને મઃડળ ને રુપિયા 25551-00 અંકે રૂપિયા પચીસ હજાર પાંચસો એકાવન પૂરા નો ચેક અર્પણ કર્યો હતો.
સભાનું સફળ સઃચાલન,શિક્ષક ,મહેરા કિરણ કુમાર. રમેશચંદ્રે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here