મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

0
24


મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

 

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે.  પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઇ પણ હથીયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃધ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહિ.આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ –૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે

 

 

 

 

The post મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here