અંજારના વરસામેડી જતા રોડ પાસેથી ખાનગી પ્રેક્ટિસ કરતા,૧૨-પાસ બોગસ ડોક્ટરને પકડી પાડતી અંજાર પોલીસ 

0
27રમેશ મહેશ્વરી દ્વારા

અંજાર કચ્છ :-હાલમાં વેશ્વીક મહામારી Covid-19 ( કોરોના ) ની બિમારી ફેલાયેલ હોય જેથી જીલ્લામા ડીગ્રી વગરના ( બોગસ ) ડોકટરો શોધી કાઢી તેઓના વિરુધ્ધ કાર્યવાહી કરવા સારુ, અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ એમ.એન રાણા નાઓએ સ્ટાફના માણસો સાથે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન.પીઆઈ,એમ.એન.રાણા ઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે અંજાર થી વર્ષામેડી જતા રોડ પર વેલસ્પેન કંપનીથી આગળ દરગાહ સામે આવેલ અરીહંતનગરના કોપ્લેક્ષમાં શોપ નં – ૧૭-૧૮ વાળા મા નામ વગરનુ દવાખાનુ ચલાવે છે જેથી તાત્કાલીક મેડીકલ ઓફીસર,ડૉ.રાજીવ અંજારીયાને સ્થળે બોલાવી અને પંચો સાથે બાતમી વાળી ગ્યાએ રેઇડ કરી ડિગ્રી વગરના બોગસ ડોક્ટર ને પકડી પાડેલ.પકડાયેલ આરોપી સુકુમાર મનોરંજન સરકાર(ઉ.વ.૫૩) રહે.બી/૩૪,અરીંહતનગર વર્ષામેડી સીમ તા – અંજાર મુળ રહે,સંધીપુર પોલીસ સ્ટેસન –ગારબેતા જી,પચ્છીમ મિદનાપુર વેસ્ટ બંગાળ

બોગસ તબીબી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ,મેડીકલ પ્રેક્ટીશ ના સાધનો તથા દવાઓ કુલ રૂ .૧૦,૧૬૫,નુ મુદામાલ ઝડપી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર, એમ.એન.રાણા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here