ડાંગ: બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણુંક પત્રો એનાયત કરાયા

0
38ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત 11 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂક પત્રો એનાયત કરાયા…

<span;>ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં ડાંગની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં  શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં 11 શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણુક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા,જિલ્લા પ્રમુખ મંગળ ગાવીત, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણ સહાયકોને આશીર્વચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમનું સંચાલન શિક્ષણ નિરીક્ષક અને ભરતી નોડલ ઓફિસર વી.ડી.દેશમુખ તેમજ જિલ્લા શિક્ષણની સમગ્ર ટિમ દ્વારા કરવામાં આવ્યુ હતુ…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here