મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી મહેસાણા જિલ્લાના ઉચ્ચત્તર માઘ્યમિક શાળાના ૨૧૦ શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા

0
21શિક્ષણના માધ્યમથી દેશને વિશ્વગુરુ બનાવવા શિક્ષકોને આહવાન કરતા મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી મહેસાણા ખાતે આનંદોત્સવની અટારીએથી શિક્ષણ વિભાગ તથા નિયામકની શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા અનંદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે નિમણૂંક પત્ર એનયાત કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના ૨૧૦ શિક્ષણ સહાયકોને વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી.નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે નિમણૂક પામેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે અને કર્તવ્યનિષ્ઠા આ શ્રેષ્ઠ વારસાને આગામી સમયમાં પણ આપ સૌ જાળવી રાખશો તેવી સૌને આશા છે.શિક્ષણ થકી આપ સૌ ભારતને વિશ્વ ગુરુ સુધી પહોંચાડશો અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહે તેવી જિલ્લા કલેક્ટરએ આ તકે અભ્યર્થના વ્યક્ત કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે શિક્ષણ થકી ઉન્નત સમાજનું નિર્માણ થાય છે. શિક્ષકે હમેશાં વિધાર્થી રહી સતત શીખતા રહેવું જોઇએ જેથી ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય આ પ્રસંગે શિક્ષક સહાયક તરીકે નિમણૂક પામેલ ઉમેદવારોએજણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શી અને ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા આગળ ધપાવી અમને રોજગારી પુરી પાડી એ બદલ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત  આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરી ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહી માટે ભરતી પ્રક્રિયામાં જોડાયેલ દરેકને તમામ ઉમેદવાર વતી અભિનંદન સરકારને અભિનંદન પાઠવ્યા હતા..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here