નર્મદા જિલ્લામાં નવનિયુક્ત ૩૧ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરાયાં

0
37નર્મદા જિલ્લામાં નવનિયુક્ત ૩૧ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરાયાં

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે સહિત શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજયની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૧ અંતર્ગત પસંદગી પામેલ રાજયના ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્રો પ્રદાન કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ના હસ્તે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંકપત્ર એનાયત કરાયાં હતા. રાજપીપલામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ સહિત જિલ્લામાં પસંદગી પામેલ શિક્ષણ સહાયકો પણ તેમાં જોડાઇને મુખ્યમંત્રીના ઉકત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા ઉકત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે પસંદગી પામેલ ૮ જેટલા શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત કરી શાહે તેમની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા. એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પ્રસાશન દ્વારા હાથ ધરાયેલા શિક્ષણના સેવા યજ્ઞમાં નવનિયુકત શિક્ષકોને તેમની જ્ઞાનરૂપી આહૂતિ આપી નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે અગ્રેસર રહે તેવા જિલ્લા પ્રસાશનના પ્રયાસોમાં પૂરતુ યોગદાન મળી રહેશે, તેવી અભિલાષા વ્યકત કરી હતી.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાકક્ષાએ કલેકટરની ઉપસ્થિતિમાં શિક્ષણ સહાયકો નિમણૂંક પત્રો પ્રદાન કરવાના યોજાયેલા કાર્યક્રમ બાદ રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઇ પટેલ, નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અન્ય ૨૧ જેટલા શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંક પત્રો એનાયત કરાયાં હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here