મોરબી માહિતી કચેરીના અધિક્ષક વયનિવૃત થતાં ભાવભીની વિદાય અપાઇ 

0
28જયંતિભાઇ ગઢિયાની ૩૮ વર્ષની દીર્ઘ સેવા અનેકો માટે પ્રેરણાસ્ત્રોત ઘનશ્યામ પેડવા,
સંકલનઃ ઘનશ્યામ પેડવા

મોરબી જિલ્લા માહિતી કચેરીમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયંતિભાઇ એલ. ગઢિયા વયનિવૃત થતાં તેમનો  વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. માહિતી ખાતામાં ૩૮ વર્ષની સરકારી કામગીરી દરમિયાન રાજ્યની વિવિધ માહિતી કચેરીમાં પર ફરજ બજાવી પ્રમોશન મેળવીને છેલ્લે મોરબી માહિતી કચેરીમાં અધિક્ષક તરીકે જૂનાગઢથી બદલી પામીને મોરબી માહિતી કચેરીમાં અધિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યા હતા.

જિલ્લા માહિતી મોરબી ખાતે  જે.એલ. ગઢિયાના વયનિવૃત સમારંભમાં સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ જણાવ્યું હતું કે ૩૮ વર્ષની લાંબી સેવાથી માહિતી ખાતામાં વહિવટીય કામગીરીનું તમામ કામ ફરજ સુપુરે નિભાવી છે. પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.

મોરબી માહિતી ખાતાના સ્ટાફમાં સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, ઓપરેટર ભરતભાઇ ફૂલતરીયા, ફોટોગ્રાફર જીગર દવે, સેવક કિશોરભાઇ ગોસ્વામી, અજય મુછડીયા સહિતના મિત્રો દ્વારા જયંતીભાઇ ગઢિયાને વયનિવૃતિની શભેચ્છાઓ પાઠવી હતી. માહિતી ખાતાના કર્મયોગીઓ દ્વારા શાલ ઓઢાળી નાળીયેર અને સાકર આપી જીવનની બીજી શરૂઆત માટે શુભેચ્છાઓ આપી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here