ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામ ખાતે ચૌધરી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

0
29અહેવાલ કિરીટ પટેલ વાત્સલ્યમ સમાચાર બાયડ

ભિલોડાના ટાકાંટુંકા ખાતે ઉત્તર બારેશી આંજણા ચૌધરી સમાજ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

ટાકાંટુંકાનાં સ્વ. સંજયભાઈ ચૌધરીની શ્રદ્ધાંજલિ નિમિત્તે ૧૧૫ જેટલા યુવાનો ધ્વારા રક્તદાન કરાયુંl
જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હિમ્મતનગર ની બ્લડ બેન્ક વિભાગ દ્વારા દર વર્ષે WHO આજના દિવસ માટે એક સ્લોગન (સૂત્ર) નક્કી કરે છે. આ વર્ષનું સ્લોગન છે – ‘‘ Bethere for someone else. Give blood. Share life”.
આ સૂત્ર ને સાર્થક કરવા પ્રયત્ન શીલ છે અને નિયમિત રીતે રક્ત દાન શિબિરો યોજાતી રહે છે. ભિલોડા તાલુકા ના ટાકાંટુંકા ગામ ના ઉત્તર બારેશી આંજણા ચૌધરી સમાજ ધ્વારા ટાકાટુકા ગામમાં સ્વ. સંજયભાઈ ચૌધરીની શ્રદ્ધાંજલિ નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો જેમાં ૧૧૫ જેટલા યુવાનો ધ્વારા રક્તદાન કરવામાં આવ્યું .
ભિલોડા પંથકમાં સૌપ્રથમ વાર આટલો મોટો રક્ત દાન શિબિર યોજાયો જે અંતર્ગત “ દેશ હમે દેતા હે સબકુછ હમ ભી તો કુછ દેના શીખે” આ ઉક્તિને સાર્થક કરતાં ભિલોડા તાલુકાના ટાકાંટુંકા ગામના ઉત્તર બારેશી આંજણા ચૌધરી સમાજના યુવાનો અને જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હિમ્મતનગરનો અક્લ્પ્નિય સહકારથી આ કેમ્પનું આયોજન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમ ઉત્તર બારેશી આંજણા ચૌધરી સમાજ ના યુવાનો ધ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભિલોડા પંથક માં સૌપ્રથમ આટલો મોટો રક્ત દાન શિબિર યોજાયો અને એક ભાવત્મકતાનો સેતુ બંધાયો હતો. તેમણે ૧૧૫ રકતદાતા ઓનો આભારમાની સર્વે નું અભિવાદન કર્યું હતું. જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હિમ્મતનગર પણ સૌ રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરે છે.
આ પ્રસંગે જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હિમ્મતનગરના પેથોલોજી વિભાગના વડા ડો.પરેશ શિલાદરીયા, બ્લડ બેન્કના ઇન્ચાર્જ ડો. સંજય ચૌહાણ, ડો .બી.એચ પટેલના માર્ગદર્શન હેઠળ ડો. કલ્પનાબેન ચૌહાણ ( મેડિકલ ઓફિસર ),શ્રી સાગર ચૌધરી,શ્રી પ્રિતેશ ચૌધરી ,શ્રી સંકેત ચૌધરી, વિકાશ પ્રજાપતિ બ્લડ બેન્ક કાંઉન્સેલર અને બ્લડ બેન્ક નો અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here