નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્રારા સંચાલિત “સેન્ટ્રલ કિચન” ખૂલ્લુ મૂકાયુ

0
37
નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્રારા સંચાલિત “સેન્ટ્રલ કિચન” ખૂલ્લુ મૂકાયુ

રાજપીપલા : જુનેદ ખત્ર

નર્મદા જિલ્લા કલેકટરની સૂચના અને ગાઈડ-લાઇન અનુસરીને હાલમા પ્રાથમિક તબકકે વહિવટી તંત્રના ૧૪ જેટલા અધિકારીઓની સાત ટૂકડીઓએ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના તમામ સાત વોર્ડમાં અસહાય અને લગભગ બારે માસ ઉપર આકાશ અને નીચે ધરતીની સ્થિતિમાં કઠિન જીવન જીવતા લોકોને શોધવા વ્યાપક અને સઘન સર્વે કર્યો હતો, તે પછી શ્રેણીબદ્ધ બેઠકો યોજી સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ તેમના ઉત્કર્ષ માટે કરવા યોગ્ય કામગીરીની રૂપરેખા બનાવવામાં આવી છે જેના અમલના ભાગરૂપે આજથી રાજપીપલામાં હરસિધ્ધિ માતા મંદિર સંકુલના પાછળના ભાગે સેન્ટ્રલ કિચન ખૂલ્લુ મૂકાયુ છે. આમ, જિલ્લા વહિવટીતંત્ર દ્રારા કરાયેલા આ સર્વેના પ્રાથમિક તારણ મુજબના પરિવારો-વ્યક્તિઓ માટે બે ટંક ભોજન વિતરણનો રાજપીપલા માં પ્રારંભ થયો છે. જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સર્વેની આ પ્રક્રિયા હજી પણ જારી રાખવામાં આવી છે અને તેમાં પણ ઉપલબ્ધ થનાર વિગતો-અહેવાલ-તારણના આધારે હજી પણ વધુ પરિવારો-વ્યક્તિઓને આ લાભ હેઠળ આવરી લેવાશ

ફૂટપાથ પર રહી ભટકતું જીવન વ્યતિત કરતાં નિરાધાર, ઘર-વિહોણા લોકોની ભોજન વ્યવસ્થા માટે નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્રારા સંચાલિત “સેન્ટ્રલ કિચન”  ખૂલ્લુ મૂકાયુ હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં રસોઇ તૈયાર કરવાથી માંડીને તેના વિતરણ માટે કુલ-૮ ના સ્ટાફ સહિત એક મોબાઇલ વાન “ભોજન સેવા રથ” ની સેવાઓ લેવાઇ રહી છે.

પ્રથમ તબકકામાં આ સેન્ટ્રલ કિચનના પ્રારંભે રાજપીપલાના દશા માતાના મંદિર સામે, ટેકરા ફળિયા, રેન-બસેરા, રેલ્વે સ્ટેશન ફાટક પાસે, કાળા ઘોડા રેલ્વે નાળા પાસે, વાલ્મિકી વાસ, હરસિધ્ધિ માતા મંદિર, ગાયત્રી મંદિર અને શેષ નારાયણ મંદિર પાસે વગેરે જેવા રાજપીપલા શહેરના ૧૨ થી ૧૫ જેટલા વિવિધ વિસ્તારોમાં ભોજન રથ સેવા મારફત આજે પ્રથમ દિવસે આ લાભાર્થીઓને કાયમી ઉપયોગમાં લેવા માટે થાળી, વાટકો-ચમચી-ગ્લાસના સેટના વિતરણની સાથોસાથ બપોરનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત આ તમામ પરિવાર-વ્યક્તિઓને સેનેટાઇઝર અને માસ્કનું પણ વિતરણ કરાયું હતું. આજથી શહેરમાં સર્વે કરાયેલા ઉકત પરિવારો-વ્યક્તિઓને બે ટંક તેમના જે તે વિસ્તારમાં જઇને રોજબરોજ ભોજનનું વિતરણ કરવામાં આવશે.

નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ અને ભાજપાના કાર્યકરો ઉપરાંત વૈષ્ણવ સમાજના કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને નર્મદા જિલ્લો અને તેમાંય ખાસ કરીને રાજપીપલા માટે આ એક ખૂબ મોટુ અભિયાન ઉભુ કર્યુ છે અને આજે તેની આ શુભ શરૂઆત છે.

રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસભાઇ ગાંધીએ આ સેન્ટ્રલ કિચન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે,  નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ તરફથી જે લોકો ફૂટપાથ ઉપર રહે છે-નિરાધાર લોકો છે, જે ભટકતું જીવન જીવે છે, જેમને રહેવા-જમવાની તકલીફ છે, તેવાઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને વણિક સમાજ દ્રારા તેમને બે ટંક જમવાનું પહોચતું કરીશું. અને તે સિવાય સરકારી યોજનાઓથી પગભર થવાની સાથે અને તેમનું જીવન ઉન્નત બને તેવા પ્રયત્નો કરીશું. જિલ્લા વહિવટીતંત્રનો અમોને ખૂબ સહયોગ મળ્યો છે, ત્યારે અમે પણ આ કામ સંપૂર્ણ કરીને  અમારા ઉપર વહિવટીતંત્રએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરીશું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here