બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક ૧૫ શિક્ષણ સહાયકોને કલેકટરના હસ્તે નિમણુંક હુકમો એનાયત કરાયા

0
28
સંકલન: ઘનશ્યામ પેડવા

બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી – ૨૦૨૧ અન્વયે શાળા ફાળવણી પામેલ રાજયના કુલ ૨૯૩૮ ઉમેદવારોને નિમણુંક હુકમ આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો.જે અન્વયે મોરબી જિલ્લાની કુલ – ૬ બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૫  ઉમેદવારોને કલેકટર મોરબીના વરદ હસ્તે નિમણુંક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે મોરબીમાં કુલ ૧૫ પૈકી બાયોલોજી, કોમર્સ, ઇકોનોમીક, અંગ્રેજી, ગુજરાતી, મનોવિજ્ઞાન, સંસ્કૃત વિષયના શિક્ષકોનો સમાવેશ થાય છે. શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક પામનાર બીનાબેન કાનાણી, મહેન્દ્રભાઇ સોનાગરા, નિર્મલસિંહ જાડેજા, બીનાબેન સોલંકી, સમીનાબેન શેખ, નીલાબેન વાડોલીયા, ખુશ્બુ અબડા, પ્રવિણકુમાર નકુમ, લતાબેન પવર, નમ્રતાબા ચૂડાસમા, ઝોહરા વિરાણી, ભાવીના ગૌસ્વામી, પીનાઝ ગહા, સુમીતાબેન વધાડીયા, શોભનાબેન જાંઝવાડીયાને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરી તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક મેળવનારને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરી રાજ્યના તમામ ૨૯૩૮ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રસંગોચિત્ત માર્ગદર્શન આપ્યું હતું. મોરબી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક જિલ્લા કલેક્ટર કેતન પી. જોષી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ વિભાગના કર્મચારીઓએ સમગ્ર કામગીરી સંભાળી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here