કોરોનાના દૈનિક કેસ ઘટીને ૧,૫૨,૭૩૪ નોંધાયા

0
23
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવતી જાય છે અને કોરોનાના દૈનિક કેસોમાં ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં છેલ્લા ૫૦ દિવસમાં સૌથી ઓછા ૧,૫૨,૭૩૪ કોરોનાના નવા કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો ૨૦,૨૬,૦૯૨ છે. કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૩,૧૨૮ લોકોનાં મૃત્યુ થવાથી કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩,૨૯,૧૦૦ થયો છે. કોરોનાના દૈનિક નવા કેસોની સરખામણીમાં કોરોનાથી દૈનિક સાજા થનારા લોકોની સંખ્યા વધતી જાય છે, એમ કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સંક્રમણથી ૨,૩૮,૦૨૨ લોકો સાજા થયા છે અને કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૨,૫૬,૯૨,૩૪૨ થઇ છે.

ચોથી મેના દેશમાં કોરોના કેસનો આંકડો બે કરોડને પાર થઇ ગયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે થયેલાં ૩,૧૨૮ મૃત્યુમાં તમિળનાડુમાં ૪૯૩, કર્ણાટકમાં ૩૮૧, કેરળમાં ૧૮૬, પ. બંગાળમાં ૧૪૨, ઉત્તર પ્રદેશમાં ૧૩૮ અને પંજાબમાં થયેલાં ૧૨૭ મૃત્યુનો સમાવેશ થાય છે. (પીટીઆઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here