નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાનાબાંધકામની કામગીરી માટે રકમ ફાળવવામાં આવી

0
28નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના જુના રાષ્ટ્રીય ધોરી માર્ગના બોક્સ સ્ટ્રકચરના બાંધકામની કામગીરી માટે રૂ.૧૫.૪૦ કરોડની રકમ ફાળવવામાં આવી

ભરૂચ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા ૨૬ ઉમેદવારોને કલેકટર તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો એનાયતમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા અને પસંદગી પામેલા રાજયના ૨૯૩૮ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવીભરૂચ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા ર૬ ઉમેદવારોને કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા,શાળા સંચાલક મંડળના પ્રમુખ દિનેશભાઇ પંડયા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ પસંદગી પામેલ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાઘિકારી મહેતાએ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ વેળાએ ઉમેદવારોમાં અદભૂત ઉત્સાહ દેખાતો હતો તા.૭મી જૂનથી શાળાઓમાં તેઓ હાજર થશે.સમગ્ર રાજયમાંના ઉમેદવારોને આર્શિવચન આપવા માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને આર્શિવચન પાઠવ્યા હતા અને રાજયના ૨૯૩૮ પસંદગી પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ ખાતે કલેકટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલમાં નાયબ કલેકટર એન.આર.પ્રજાપતિ, ડાયટ પ્રાચાર્ય બી.પી.ગઢવી,આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઇ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ અર્જુનભાઇ,ભરતી નોડલ અધિકારી સંગીતા મિસ્ત્રી, અન્ય અધિકારીગણ પસંદગી પામેલ ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here