દાહોદ જિલ્લાનાં તેમજ દેવગઢ બારીઆ તાલુકા ના ખેડુતો મહુડાના ફળ અને ફુલમાથી પુરક રોજગારી મેળવે છે

0
32દાહોદ જિલ્લો ડુંગરમાં વસેલો જીલ્લો  છે. અનેક પ્રકારના વૃક્ષો પણ આ ડુંગરોમાં આવેલા છે. જેમાં મહુડાના  વૃક્ષો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.  આ મહુડાના ફૂલ ખેડૂતોને પૂરક રોજગારી આપે છે .વૃક્ષ પાસે સફાઈ કરી જગ્યા ચોખ્ખી કરવામાં આવે છે. તેની આસપાસ પડેલાં પાંદડાં સળગાવીને મહુડાના વૃક્ષ પાસે સફાઈ કરીને જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવે છે. મહુડા ઉપરથી  મહુડાના ફૂલ આખી રાત અને દિવસે પડે છે .મહિલાઓ ,પુરુષો અને બાળકો આ મહુડાના ફળ ની ટોપલી ભરીને પોતાના ઘરે લઈ જાય છે. કેટલાક લોકો મહુડાના વૃક્ષ નીચે  પડવા દેતા હોય છે અને તે સુકાયા પછી જ તેને મેળવી લે છે .આ મહુડાના  ફૂલને તેઓ સુકવે છે અને સુકાયેલા મહુડાબજારોમાં તેઓ વેચે છે અને આવક મેળવે છે.

મહુડાનું વૃક્ષ દાહોદ જિલ્લાના તેમજ દેવગઢ બારિયા તાલુકાના લોકો માટે કલ્પવૃક્ષ સમાન છે .આયુર્વેદિક દવા બનાવવા માટે અત્યંત ઉપયોગી છે મહુડાના  ના કાચા ફળમાંથી શાક બને છે.

 

દેવગઢ બારીઆ તાલુકાના લોકો આ સુકવેલા મહુડામાંથી દેશી દારૂ પણ બનાવે છે. તેને મહુડાનો દેશી દારૂ પણ કહેવામાં આવે છે.આ મુહુડા દેશી દારૂ દવાનું કામ પણ કરે છે .બાળકોને શરદી, ખાંસી, તાવ આવ્યો હોય ત્યારે મહુડાનોદેશી દારૂ લગાડવાથી શરદી તાવ મટી જાય છે .મહુડાના ફૂલ બંધ થતાં મહુડાના વૃક્ષ પર મહુડાને ડોળી લાગે છે ,અને તેનું તેલ કાઢીને ખોરાકમાં ઉપયોગ કરે છે દેવગઢ બારિયા તાલુકાના જંગલોમાં તેમજ ગામડાઓમાં વસતા લોકો મહુડા વીણવા જાય છે અહીંના લોકો મોટી માત્રામાં ડોળી ની  પણ આવક મેળવે છે ચામાચીડિયા તેમજ પક્ષીઓ મુદ્દા પરથી બીજા ઉપર બેસીને ખાય છે તો ત્યાંથી પણ ડોળી ને  ભેગી કરે છે. મહુડાના  લાકડાનો ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરવામાં આવે  છે.મહુડાના  વૃક્ષો કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે. મહુડા આયુર્વેદિક દવા બનાવવા માટે અત્યંત ઉપયોગી છે મહુડા ના કાચા ફળમાંથી શાક પણ બનાવવામાં આવે છે પાકી ગયેલાં ફળો ખાવામાં મીઠા હોય છે પ્રતિ વૃક્ષ એના આયુષ્ય  અનુસાર વાર્ષિક ૨૦ થી ૨૦૦ કિલો બીજનું ઉત્પાદન કરી શકતું હોય છે.મહુડાન ની ડોળી  ના તેલ નો ઉપયોગ ત્વચાની દેખભાળ સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટેની વાનસ્પતિક માખણ રૂપમાં કરવામાં આવે છે ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે તેલ કાઢ્યા બાદ વધેલા ગોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here