નર્મદા જિલ્લા ભાજપ વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી યુવાઓએ સોનેરી તક

0
31
નર્મદા જિલ્લા ભાજપ વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી યુવાઓએ સોનેરી તક

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત પ્રદેશ ભાજપે વિવિધ મોરચા ના પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક કરી છે.એની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ભાજપના વિવિધ મોરચા પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક કરાઈ છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભાજપે સંગઠનમાં યુવાનોને વધુ તક આપી છે.

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં કરેલી મહેનતને ધ્યાનમાં રાખી મોરચાના હોદ્દેદારોની વરણી કરી છે. આ વખતે નર્મદા જિલ્લા ભાજપમાં પ્રમુખ પછી સૌથી મહત્વનું પદ કહી શકાય એવા મહામંત્રી પદ માટે સૌના આશ્ચર્યની વચ્ચે સૌથી યુવાન એવા નીલ રાવની વરણી કરાઈ.

આગામી સમયમાં સંગઠનમાં વિવિધ મોરચાની હોદ્દેદારોની વરણીમાં યુવાનોને સૌથી વધુ તક અપાશે એવી લોકોને અપેક્ષા હતી. લોકોની અપેક્ષા મુજબ જ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રદેશ સાથે પરામર્શ કરી વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણીમાં સૌથી વધુ યુવાનોને તક આપી છે

◆ કોંગ્રેસ ને છોડી ભાજપ માં આવેલ નિકુંજ પટેલ ને નર્મદા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ…

નર્મદા જિલ્લાની સ્થાનીક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નર્મદા જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલને નર્મદા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બનાવ્યા છે, જ્યારે મહામંત્રી તરીકે કમલેશભાઈ સનત પુરોહિત અને આશિષભાઈ નવીનચંદ્ર પટેલની નિમણૂક કરાઈ છે.

નર્મદા જિલ્લા ભાજપે સંગઠનમાં ત્રણ લઘુમતિ સભ્યોની વરણી

• -નર્મદા જિલ્લા ભાજપ અદિજાતી મોરચા પ્રમુખ પદે વિક્રાંત સિતારામ વસાવા,

• મહામંત્રી તરીકે ભાવેશ રાયસિંગ વસાવા અને જયપ્રકાશ મંગુ તડવી

• નર્મદા જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા પ્રમુખ તરીકે શ્રેયાશ ડાહ્યા પરમાર

• મહામંત્રી તરીકે જીવનકરશનભાઈ પરમાર તથા અમિત કનુ સોલંકી

• નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ તરીકે ડો.ધવલસિંહ ખુમાનસિંહ પટેલ,

• મહામંત્રી તરીકે બીપીન દતુ બારીયા તથા કમલેશભાઈ બાજીરાવ ભુરવ

• નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ તરીકે જયશ્રીબેન લાલજી ધામેલ (બીજી ટર્મ)

•  મહામંત્રી તરીકે સ્નેહાબેન રમણલાલ પરમાર તથા દક્ષાબેન જીતુભાઈ પટેલ

• નર્મદા જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે ગૌરાંગભાઈ નરેન્દ્રભાઈ બારીયા

• મહામંત્રી તરીકે મનીષ ભૂપેન્દ્ર પટેલ તથા રોહન સાકરિયા વસાવા

• -નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ તરીકે આશિફ અબ્દુલભાઈ તાઈ

• મહામંત્રી તરીકે સલીમ ફકીર મહોમદ ચૌહાણ તથા એઝાઝ અબ્દુલ મકરાણી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here