કેટામાઈનનું ઈન્જેક્શન આપી પ્રેમિકાની હત્યા

0
109મુંબઈ: લગ્ન માટે વારંવાર પૂછનારી પ્રેમિકાની કેટામાઈનનું ઈન્જેક્શન આપી કથિત હત્યા કરવામાં આવી હોવાની નવી મુંબઈમાં બનેલી ઘટનામાં પોલીસે હૉસ્પિટલના વૉર્ડબૉયની ધરપકડ કરી હતી.


પનવેલ શહેર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ચંદ્રકાંત વિઠ્ઠલ ગાયકર (૩૫) તરીકે થઈ હતી. પનવેલના તુરમાળે ગામમાં રહેતા ગાયકરને કોર્ટે ૫ જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા  મુજબ અંદાજે ૩૫ વર્ષની મહિલાનો મૃતદેહ શનિવારે પનવેલના કોપર ગાંવની હદમાં ઍરપોર્ટ માટેની પ્રસ્તાવિત જગ્યા પરથી મળી આવ્યો હતો. આ મામલે પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એ મૃતદેહ પનવેલના નાનોશી ગામમાં રહેતા ડ્રાઈવર રમેશ ઠોંબરેની બહેનનો હોવાનું જણાયું હતું. એ સિવાય બીજે દિવસે એક રિક્ષાડ્રાઈવરને તુરમાળે ગામ નજીકના રોડને કિનારેથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાં મહિલાનો આધાર કાર્ડ, પૅન કાર્ડ, પર્સ અને કપડાં હતાં.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે નવી મુંબઈની હૉસ્પિટલમાં વૉર્ડબૉય તરીકે કામ કરતા અને તુરમાળે ગામમાં રહેતા ગાયકર સાથે મહિલાને સંબંધ હતા અને છેલ્લે ફોન પર તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. તાબામાં લઈ ગાયકરની પૂછપરછ કરવામાં આવતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

ગાયકર અને મહિલા વચ્ચે છ મહિનાથી પ્રેમસંબંધ હતા. મહિલા ગંભીર બીમારીથી પીડાતી હોવા છતાં તે વારંવાર લગ્નની વાત ઉચ્ચારતી હતી. આ વાતને લઈ તેમની વચ્ચે સતત ઝઘડા થતા હતા અને મહિલા તેને ધમકી પણ આપતી હતી, એમ ગાયકરે પોલીસને કહ્યું હતું. મહિલાનો કાંટો કાઢવાની

યોજના બનાવી આરોપીએ બીમારી સારી કરવાને બહાને મહિલાને ઘટનાસ્થળે બોલાવી હતી. ઈન્જેક્શન મારવાથી ઘણી રાહત થશે, એવું તેણે કહ્યું હતું. આરોપીએ મહિલાને ચાર અલગ અલગ પ્રકારનાં અને એક કેટામાઈનનું ઈન્જેક્શન આપ્યું હતું, જેને પગલે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here