ગુજરાતમાં એક વર્ષમાં આઇપીએસ સહિત ૧૦૦થી વધુ કર્મચારીઓનાં મોત

0
70અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં અંદાજે ૧૦૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં આઇપીએસ અધિકારીઓ પણ સામેલ છે, જ્યારે હજુ પણ અનેક કર્મચારીઓ સારવાર હેઠળ દાખલ છે.

ગુજરાતમાં માર્ચ ૨૦૨૦થી કોરોના મહામારી વકરી રહી છે. જ્યારે ૨૦૨૧માં કોરોના તાંડવ વચ્ચે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી કપરી સ્થિતિ વચ્ચે પોલીસકર્મીઓ છેલ્લાં બે વર્ષથી પોતાના પરિવારથી દૂર રહી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં બંદોબસ્તમાં તહેનાત છે, જેમાંથી અનેક અધિકારી તેમજ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ૧૦૭ પોલીસ અધિકારી-કર્મચારીઓનાં કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. આમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૦ તેમજ વડોદરામાં ૧૩ પોલીસકર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. ત્યાર બાદ સુરતમાં ૮, રાજકોટમાં ૩, ભાવનગરમાં ૯ અને ગાંધીનગરમાં ૫ પોલીસ કર્મીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા હતી. પોલીસકર્મીઓની સાથે ૨૨ હોમગાર્ડ તેમજ અનેક ટીઆરબી જવાનોનાં પણ કોરોનામાં મોત થયાં છે. સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને હોમગાર્ડ અને ટીઆરબી જવાનો દિવસ-રાત ડ્યૂટી પર હાજર રહ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here