મોરબીમાં ૧૨૦૦થી વધુ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓનો ભારતીય નાગરિકત્વ અપાશે

0
41


મોરબી: જિલ્લામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી સમાજના શરણાર્થીઓ લાંબાગાળાના વિઝા લઈ ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આવા શરણાર્થીઓને આસાનીથી નાગરિકતા સર્ટિફિકેટ મળી રહે તે માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પાંચ રાજ્યના ૧૩ જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તા આપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેથી મોરબીમાં વસવાટ કરતા ૧૨૦૦ જેટલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ, ગાંધીનગરના ધક્કા નહીં ખાવા પડે.

હાલમાં મોરબી જિલ્લામાં અંદાજે ૧૨૦૦ જેટલા પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વસવાટ કરી રહ્યાં છે. મોરબીમાં વસવાટ કરતા હિન્દુ શરણાર્થી સંગઠનના અગ્રણી ચંદનસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય અમારા માટે ખુબ જ રાહતજનક છે. હાલમાં મોરબીના નાની વાવડી રોડ, નાની બરાર, મકનસર, લીલાપર રોડ, શાપર, સામાકાંઠા વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વસવાટ કરે છે. જે પૈકી ૨૦૦ જેટલા શરણાર્થીઓને નાગરિકતા માટે મોરબીથી પ્રક્રિયા થઇ શકશે.

The post મોરબીમાં ૧૨૦૦થી વધુ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓનો ભારતીય નાગરિકત્વ અપાશે appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here