હાલોલ:- કોરોનાકાળમાં બોગસ તબીબનો રાફડો,શિવરાજપુર ગામે ડીગ્રી વગરના મૂન્નાભાઈ એમબીબીએસને જિલ્લા SOG પોલીસે ઝડપી પાડ્યો

0
37પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસે હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતેથી ડીગ્રી વિના ખાનગી ક્લિનિક ચલાવતા બોગસ ઝોલાછાપ તબીબને ઝડપી પાડયો હતો જેમાં કોઈપણ જાતની ડીગ્રી વિના શિવરાજપુર ખાતે આખે આખું ક્લિનિક ચલાવતા બોગસ આધેડ વયના ઝોલાછાપ તબીબના ક્લિનિકમાંથી એસ.ઓ.જી.પોલીસે એલોપથી દવા અને તબીબી સારવારમાં વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ 2.26 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સમગ્ર મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના મહામારી ના કપરા કાળમાં લૂંટફાટ મચાવતા બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે જેમાં ગ્રામ્ય પંથકોમાંથી આવા બોગસ ઝોલાછાપ તબીબો ઝડપાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે જેમાં ડભોઇ અને કાલોલના એરાલ ખાતેથી ગત દિવસોમાં ઝોલાછાપ તબીબો ઝડપાયા હોવાના કિસ્સાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતેથી પણ વધુ એક ઝોલાછાપ તબીબ ઝડપાઇ ગયો હતો જેમાં પંચમહાલ જીલ્લા એસ.ઓ.જી.શાખાની પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળતા પોલીસે હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે ચોડા ફળિયામાં રહેતા 59 વર્ષીય આધેડ તબીબ ગીરીશભાઈ પ્રમોદભાઈ પટેલના શિવરાજપુર ખાતે આવેલા ક્લિનિકમાં છાપો મારી ગીરીશભાઈ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેના આધારભૂત પુરાવા રૂપ સરકાર માન્ય તબીબી સર્ટિફિકેટ અને ડિગ્રી માંગ્યા હતા પરંતુ આ બોગસ તબીબ પાસે કોઈપણ જાતના સર્ટીફીકેટ કે ડિગ્રીના મળી આવતા પોલીસે સરકાર માન્ય પ્રાપ્ત ડિગ્રી વગર ઝોલાછાપ તબીબ જે આખે આખું ક્લિનિક શિવરાજપુર ખાતે ચલાવતો હતો તેની અટકાયત કરી હતી અને તેના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ અને તબીબી કામમાં વપરાતા ઈસ્ટુમેન્ટ મળી ફુલ 2,26,813/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાવાગઢ પોલીસ મથકે સોંપ્યો હતો જેમાં આ બોગસ તબીબ ગિરીશ પટેલ સામે શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર જે.આર.પારગીએ ફરિયાદ નોંધાવતા પાવાગઢ પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી શિવરાજપુર ગામમાં છેલ્લા કેટલાય સમયથી વગર ડિગ્રીએ ગ્રામ્યપંથકની અબુધ અને ગરીબ પ્રજા માટે બની બેઠેલ આ ઝોલાછાપ તબીબ ઈલાજના નામે ગ્રામ્ય પ્રજાના જીવન સાથે ચેડા કરી ગ્રામ્ય પંથકની પ્રજાના ખિસ્સા ખંખેરી રહ્યો હતો જેમાં આ બોગસ ઝોલાછાપ તબીબ ગિરીશ પટેલ ક્યારે પણ કોલેજનું પગથિયું પણ ન ચડયો હોવાનું વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here