નર્મદા જિલ્લાનો સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકાયો

0
55નર્મદા જિલ્લાનો સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકાયો

<span;>ગત ૨૦૨૦-૨૧ ની સરખામણીએ ચાલુ ૨૦૨૧-૨૨ ના વર્ષના ક્રેડીટ પ્લાનમાં ૧૩.૫૭ ટકાની વૃધ્ધિ સાથે રૂા. ૧૦૮.૯૭ કરોડનો વધારો

<span;>રાજપીપલા : જુનેદ ખત્રી

<span;>નર્મદા જિલ્લાની લીડ બેન્ક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષ માટેનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો તૈયાર કરાયેલ વાર્ષિક ક્રેડીટ પ્લાનને નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે  રાજપીપલા કલેક્ટરાલય ખાતે ખૂલ્લો મૂક્યો હતો. જુદા જુદા ક્ષેત્રોમાં ચાલુ વર્ષમાં કુલ ધિરાણ માટે નિયત કરાયેલ લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.
<span;>
<span;>અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના આ ક્રેડીટ પ્લાનમાં ચાલુ વર્ષે સૌ પ્રથમવાર જિલ્લામાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને મરઘા ઉછેર જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ૯૯.૪૩ કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.જિલ્લાના તૈયાર કરાયેલા આ વાર્ષિક ક્રેડીટ પ્લાનમાં કૃષિ ક્ષેત્રે (કે.સી.સી.) પાક ધિરાણ અંતર્ગત રૂા. ૫૦૧.૮૮ કરોડ કૃષિ ક્ષેત્રે ટર્મ લોન, એલાઈડ એક્ટીવીટી હેતુ માટે રૂા. ૨૫૧.૨૪ કરોડ, સુક્ષ્મ-નાના અને મિડિયમ ઉધોગો માટે રૂા.૭૧.૨૧ કરોડ, હાઉસિંગમાં રૂા.૨૦.૧૫ કરોડ, શિક્ષણમાં રૂા. ૨.૬૬ કરોડ, ઉપરાંત વાહન- પર્શનલ સહિતના અન્ય હેતુ માટે રૂા.૪૮.૨૬ કરોડ પ્રાયોરીટી સેકટર માટે નકકી કરવામાં આવેલ છે.
<span;>
<span;>જિલ્લામાં તાલુકાવાર ફાળવાયેલી રકમની વિગતો જોઇએ તો નાંદોદ તાલુકામાં રૂા.૫૧૧.૦૭ કરોડ, ગરૂડેશ્વર તાલુકામાં રૂા.૬૨.૦૩ કરોડ, તિલકવાડા તાલુકામાં રૂા.૮૩.૬૬ કરોડ, દેડીયાપાડા તાલુકામાં રૂા.૧૨૭.૦૬ કરોડ અને સાગબારા તાલુકામાં રૂા.૧૨૭.૦૬ કરોડની રકમનો સમાવેશ થાય છે.
<span;>
<span;>લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર ગોવિંદભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગત ૨૦૨૦-૨૧ ની સરખામણીએ ચાલુ ૨૦૨૧-૨૨ ના વર્ષના આ ક્રેડીટ પ્લાનમાં ૧૩.૫૭ ટકાની વૃધ્ધિ સાથે રૂા. ૧૦૮.૮૭ કરોડનો વધારો કરાયો છે, તદ્ઉપરાંત ચાલુ વર્ષે સૌ પ્રથમ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને મરઘા ઉછેર ક્ષેત્રમાં કે.સી.સી. અન્વયે રૂા. ૯૯.૪૩ કરોડના ધિરાણોની જોગવાઇ કરાઇ છે. બેન્કોને ફાળવાયેલ ઉક્ત લક્ષ્યાંકસિધ્ધિ માટે જિલ્લાની તમામ બેન્કોના પૂરતા શહયોગની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.  LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here