હાલોલ: તલાવડી ગામે થયેલી હત્યાના બે આરોપી પૈકી એક આરોપીની લાશ મળી,પકડાયેલા આરોપીના બે દિવસના રિમાંડ મંજૂર

0
25પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ તાલુકાના તલાવડી ગામે સ્મશાન ની સામે જંગલમાં છોકરીની બાબતે થયેલ હત્યા માં પાવાગઢ પોલીસે બે આરોપીઓ પૈકી એક ને ઝડપી પાડી નામદાર કોર્ટ માં રજુ કરી રીમાંડ ની બે દિવસ ના રીમાંડ મંજુર જયારે બીજા આરોપી નો મૃતદેહ હાલોલ તાલુકાના અમરપુરા ખાતે ના દેવડેમ માંથી મડયો.
બનાવ ની વીગત એવી છે કે બનાવના દિવસે ફરિયાદી મહેશભાઈ રાઠવા પોતાના ઘરે હતા. ત્યારે  તેના મીત્ર સંજય પરમાર નો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે હું તારા ઘરે આવું છું. ત્યારબાદ થોડા સમય પછી સંજય પરમાર અને જયદેવ પરમાર એક બાઈક ઉપર મહેશ ના ઘરે આવ્યા હતા. અને તેઓ એક બાઈક ઉપર ત્રણ સવારી તલાવડી ગામે આવેલ સ્વસન ની સામે જંગલમાં મહુડાના ઝાડ નીચે બેઠા હતા. અને થોડી વાતચીત કર્યા બાદ હિતેન્દ્ર ને બોલાય તેનું કામ છે.તેમ જણાવતા સંજયએ હિતેન્દ્ર ને ફોન કરી આ જગ્યાએ બોલાવ્યો હતો. થોડીવારમાં હિતેન્દ્ર અને દશરથ એક બાઈક ઉપર બનાવની જગ્યા પર આવ્યા હતા. થોડીવાર પછી જયદેવ અને હિતેન્દ્ર જગ્યા થી થોડે દુર ઉભા રહી વાતો કરતા હતા. દરમિયાન અચાનક જયદેવે પહેલેથી તેની પાસે રાખેલ ખંજર હિતેન્દ્ર ને ખભા અને છાતીના ભાગે મારવાનું શરૂ કરેલ જેથી ફરિયાદી મહેશ જયદેવ ને પકડવા ગયેલા ત્યારે સંજય એ તેને પાછળ થી પકડી લીધેલ અને જયદેવે ફરિયાદી મહેશને  ખજૂર મારવા લાગ્યો હતો. જેથી મહેશ નો નો મીત્ર દશરથ બારીયા તેને બચાવવા માટે જતા સંજય પરમારે દશરથ ને પકડી રાખ્યો હતો. અને જયદેવે દશરથને  છાતીના ભાગમાં ખંજર મારી ઢીમ ઢાળી દીધું હતું. જયારે મહેશ અને હિતેન્દ્ર એ 108 એમ્બ્યુલન્સને ફોન કરી તેઓ હાલોલ રેફરલ ખાતે પ્રાથમિક સારવાર લઇ વધુ સારવાર અર્થે હાલોલની ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બનાવ અંગે મહેશ રાઠવા એ પાવાગઢ પોલીસ મથકે સંજય પરમાર અને જયદેવ પરમાર વિરુદ્ધ ફરિયાદ આપતા પાવાગઢ પોલીસે સંજય પરમાર ને ઝડપી પાડી નામદાર કોર્ટ માં રજુ કરી રીમાંડ ની માંગણી કરતા બે દિવસ ના રીમાંડ મંજુર થતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.જયારે બીજા આરોપી જયદેવ પરમાર ની ધરપકડ ના ચક્રો ગતિમાન કરતા જયદેવ પરમાર નો મોબાઈલ તથા તેનું પર્સ તેના ખેતર થી થોડે દૂર  તેના પરીવાર ને મળ્યા હતા. જેથી તેઓ એ આ અંગે પોલીસ ને જાણ કરતા પોલીસે તે દીશા માં તપાસ કરતા રહસ્યમય રીતે આજે બપોરે જયદેવ પરમાર નો મૃતદેહ હાલોલ તાલુકાના અમરપુરા ખાતે ના દેવડેમ માંથી મડયો હતો. પોલીસે  જયદેવ પરમાર ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોટમ કરવા મોકલી આપ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે.  જયારે જયદેવ પરમાર ના મોત નુ કારણ શું તે એક રહસ્ય બન્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here