31/5/2021ના રોજ વાંકાનેર ખાતે ડાયાલીસીસ સેન્ટર નો પ્રારંભ કરેલ

0
31મારા મિત્ર પ્રદ્યુમ્નસિંહ વિક્રમસિંહ ઝાલા ને કિડનીની બીમારી થયેલ, અને ત્યારબાદ ડાયાલીસીસ માટે નિયમિત રાજકોટ ધક્કા ખાવા પડતા. આવા કપરા સમયે તેમના ધર્મપત્ની અને પુત્ર (ઋષિભાઈ) એ જવાબદારી નિભાવી સંપૂર્ણ સહકાર આપેલ.  પરંતુ…… કુદરતને મંજુર ન હતું. મિત્ર પ્રદ્યુમનસિંહ ના અવસાન સમયે વ્યથિત ઋષિભાઈ સાથે મારે વાત થયેલ, કે વાંકાનેરમાં ડાયાલીસીસ સેન્ટર ની ખુબજ જરૂર છે.

થોડા સમય બાદ મેં ઋષિભાઈ ને સમજાવેલ પણ ખરા કે વાંકાનેરમાં ડાયાલીસીસ સેન્ટર શક્ય નથી પણ  રૂષીભાઈ માનવા તૈયાર જ નહીં! હા મિત્રો એ ભગીરથ કાર્ય એમણે ઉપાડી લીધું. સરકારી મંજૂરીમાટે ગાંધીનગર જવું પડતું. દાતા પાસે થી દાન મેળવવા અનેક લોકો ને મળવું લોકલ પ્રશ્નો ને પણ ઉકેલવા વગેરે વગેરે તા 31/5/2021ના રોજ વાંકાનેર ખાતે ડાયાલીસીસ સેન્ટર નો પ્રારંભ કરેલ છે. મને મારા નકારાત્મક વિચારો ખોટા ઠરવા બદલ અને ઋષિભાઈ ની મહેનત બદલ ખુબજ ગર્વ છે. આનાથી વધારે સારું પિતૃતર્પણ મેં ક્યાંય જોયેલ નથીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here