રાજકોટ આઇ. સી. ડી. એસ. વિભાગ મા ન્યાય માટે ની ફરિયાદ મા મહિલા અરજદાર ને ખુલ્લેઆમ અન્યાય.!!

0
44રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર થી સચિવ સુધી પુરાવા સાથે ફરિયાદ કરેલ છે.

રાજકોટ જિલ્લાના મોટીવવાડી ગામના ચેતનાબેન નકુમાં ને રૂબરૂ મળીને જાણવા મળ્યું કે તેઓ વર્ષ ૨૦૦૮ થી સુપેડી ગ્રુપમાં મોટીવાવડી ગામે આંગણવાડી વર્કર તરીકે કાર્યરત હતા પણ વર્ષ ૨૦૧૭ માં રાજીનામું આપવાની તત્સમયના સી.ડી.પી.ઓ.ના ત્રાસથી ફરજ પડી હતી ત્યારબાદ અમોએ તત્સમયના રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવાનીફરજ પડી હતી અમારી ફરિયાદને કારણે તત્સમયના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તત્સમયના સી.ડી.પી.ઓ. ને મૌખિક ફરીથી વર્કરમાં લઈ લેવાની સૂચના આપેલ હતી પણ તત્સમયના સી.ડી.પી.ઓ. જે હાલ જુનાગઢ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ કોઈ સૂચનાનું પાલન ના કરીને પોતાની મનમાની ચલાવી હતી જેથી અમોએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ માં ફરિયાદ કરેલ હતી જેના આઈ.ડી.નંબર એલ.એફ. ૨૦૧૭/૩૧૦ હતા તેના સંદર્ભે અમો મહિલા અરજદાર રાજકોટ જિલ્લા સ્વાગત માં હજાર રહ્યા હતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તેવું જણાવેલ કે રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને મળી આવો અમો રૂબરૂ મળેલા છતાં ન્યાય ના મળ્યો ફરી પછી અમોએ મુખ્ય મંત્રી સ્વાગત ઓનલાઈન માં ફરિયાદ કરી જેના સંદર્ભે રાજકોટ પ્રોગ્રામ ઓફિસર પારૂલબા પરમાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો જેથી તત્સમયના જવાબદાર સી.ડી.પી.ઓપોતાની કચેરીમાં રેકર્ડમાં છેડ છાડ કરીને ખોટા પંચરોજકામ કરી કહેવાતા આગેવાનો ને હાથા બનાવીને અમારી ફરિયાદને સતત ગેરમાર્ગે દોરવી દીધી ત્યાં વર્ષ ૨૦૧૮ માં રાજકોટ જીલ્લામાં પ્રોગ્રામ ઓફિસરશ્રી તરીકે વત્સલાબેન દવે પ્રમોશન મેળવીને ફરજમાં આવ્યા ત્યાં ફરી મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયે થી સ્મૃતિપત્ર થી યોગ્ય કાર્યવાહીનો આદેશ થયો પણ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે સતત ખોટી કાર્યવાહી કરીને અમારી ફરિયાદને દફ્તર કરવાનો પ્રયત્ન કરેલો.

અમો દ્વારા સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ નિયામકશ્રી આઈ.સી.ડી.એસ.ગાંધીનગર ને ફરિયાદ કરેક ફરિયાદમાં જણાવેલ કે જ્યારથી રાજકોટ જીલ્લામાં પ્રોગ્રામ ઓફિસર તરીકે વત્સલાબેન દવે ની નિમણૂક થઈ ત્યારથી નકારાત્મક કામગીરી કરે છે તેના અનુસંધાને ફરીથી તપાસનો ધમધમાટ શરૂ થયો એટલે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ને સતત આક્ષેપિત અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરેલા ત્યાં વર્ષ ૨૦૧૯ માં ફરીથી અમો એ મુખ્યમંત્રી જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરેલી તે બાબતે ફરીથી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સ્વાગતમાં યોગ્ય કાર્યવાહીનો આદેશ થયેલો ફરી ખોટા રોજકામો બનાવિને રજૂ કરી દીધા સતત જવાબદાર અધિકારીઓ આક્ષેપિત સી.ડી.પી.ઓ ને બચાવ પક્ષે રહીને કામગીરી કરેલ અને કરાવેલ ફરીથી અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી કે અમારી ફરિયાદ સ્વાગત ઓનલાઈનમાં ચાલતી હોવા છતાં કેમ આક્ષેપિત સી.ડી.પી.ઓ.ને પ્રોગ્રામ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી વર્ષ ૨૦૨૦ માં ખોટા રેકર્ડ ઊભા કરીને અમારી ફરિયાદને ઉચ્ચ કક્ષાએથી દફ્તર કરવામાં આવી જેથી મનમાં એક પ્રશ્નાર્થ થાય છે કે આવા ભ્રષ્ટના આક્ષેપીતો અધિકારીઓ સામે આઈ.સી.ડી.એસ. અને મહિલા બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ કેમ છાવરતા હશે ?

મહિલા અરજદારે જણાવેલ હતું કે વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૦ સુધીમાં આશરે પ્રોગ્રામ ઓફિસર રાજકોટ થી લઈને જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૫૦ થી વધારે વાર રજૂઆતો રજીસ્ટર્ડ એડી થી કરેલ હતી જેના સંદર્ભે અમોને મુખ્ય મંત્રી કાર્યાલયના ૨૦ કે તેથી વધારે પત્રો મળેલા હતા જિલ્લા કલેક્ટર કચેરી ના ૧૦ કે તેથી વધુ પત્રો જન અર્થે મળેલા હતા નિયામકશ્રી આઈ.સી.ડી.એસ. વીભાગ ના પણ ઘણા બધા પત્રો મળેલા હતા જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ ના પત્ર પણ મળેલા હતા ફક્ત પત્ર વ્યવહારો થય કર્યા પણ ન્યાયના મળ્યો અંતમાં જણાવ્યુ કે તેઓ હવે ખેતી કરીને જીવન ગુજારે છે કે હાઇકોર્ટમા ન્યાય માટે જવું તે મારી તેવડ નથી પણ આ બધુ જોતાં એવું લાગે છે. ક્યારેય સાચા માણસોને ન્યાય મળતો નથી તેનું મુખ્ય કારણ એ છે કે આ ભ્રષ્ટપ્રવૃતિઓ કરનારા સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી ના થાતી હોય એટલે ને ? તે મહિલા અરજદારે મારી સામે પોતાની કરેલી ફરિયાદો અને સરકાર માથી આવેલા પત્રોની ફાઈલો રજૂ કરી તો મારા હોશ ઊડી ગયા કારણ કે ખૂબ મોટી ફાઇલ જોઈ એટલે ત્યારે મનમાં વિચાર ઉદભવિત થયા કે આટલો બધો ખર્ચ કરવા છતાં કેમ ન્યાય નહીં મળ્યો હોય તો શું ગરીબ ન્યાયની અધિકારતા નથી ધરાવતા ? જો ધરાવતા હોય તો કેમ ન્યાય નહીં મળેલો હોય ?

હું ચાલતો થયો ત્યારે મહિલા અરજદારે વાત જણાવી કે રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર પારૂલબા પરમાર જો વય મર્યાદા ના કારણે નીવૃત ના થયા હોય તો મને ન્યાય મળત તેવા વિશ્વાસ વ્યક્ત કરેલો હતો તો શું રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેની કામગીરી અને ફરજ  થી અરજદારને અન્યાય થયો હશે?

આવી તો ઘણી ફાઈલો ને દફ્તર કરવામાં આવી હશે ? પણ આગામી સામયમાં ના છૂટકે હાઇકોર્ટમા અરજી કરવામાં આવશે તેવી અરજદાર મહિલાએ ચીમકી ઉચ્ચારી છે. તત્સમયના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે હાલ જુનાગઢ કોર્પોરેશન પ્રોગ્રામ ઓફિસર તરીકે કાર્યરત છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here