કાલોલ ગોકુલધામ સોસાયટીમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાનોને લઈ મહિલાઓની પ્રમુખને રજૂઆત

0
42
પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ નગરમાં હાઈવે પર આવેલ ગોકુલધામ સોસાયટીની મહિલાઓ એ પોતાની સોસાયટીમાં પાની રસ્તા અને સાફ-સફાઈનું સોસાયટીમાં અભાવ હોવાને કારણે આજરોજ નગરપાલિકાની કચેરીએ આવી કોરોના મહામારીમાં માસ્ક અને શિસ્તબદ્ધ રીતે પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી પોતાથી સોસાયટીમાં સાફ સફાઇને અભાવે ગંદકીનું સામ્રાજ્ય છે ડોર ટુ ડોર કલેકશન માટે પણ કોઈ માણસો આવતા નથી અને સોસાયટીમાં નવા રસ્તા પણ બનાવાયા નથી જેના કારણે અવરજવર માટે ખૂબ જ સોસાયટીના લોકોને મુશ્કેલી પડે છે તેવી રજૂઆત પ્રમુખશ્રી ને કરી હતી છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યાનું નિરાકરણ થયું નથી આમ સોસાયટીની મુખ્ય જરૂરિયાતો પાણી રસ્તા અને સફાઈ બાબતે મહિલાઓએ પ્રમુખ સેફાલીબેન ઉપાધ્યાય અને નગરસેવિકા અંજનાબેન ને રજૂઆત કરતા તમામ પ્રશ્નોનો હલ થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું નગર પાલિકા પ્રમુખે આ સોસાયટીની મહિલાઓ ના પ્રશ્નો શાંતિ પૂર્વક સાંભળી જલ્દી નિરાકરણ આવે કેવી ગતિવિધિ તેજ કરી હતી સોસાયટીની મહિલાઓ એ પણ પ્રમુખને લોકસેવા અને સમાજના દરેક કાર્યોમાં અમે તમારી સાથે છે તેવી હૈયાધારણ આપી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here