નાંદોદ તાલુકાના થરી ગામ માં ગરમીના કારણે ધાભા પર સુઈ રહેલા દંપતી ના ઘર માંથી રૂપિયા ૯૦ હજાર ની ચોરી

0
24નાંદોદ તાલુકાના થરી ગામ માં ગરમીના કારણે ધાભા પર સુઈ રહેલા દંપતી ના ઘર માંથી રૂપિયા ૯૦ હજાર ની ચોરી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના થરી ગામમાં ઘરફોડ ચોરી માં રોકડ થતા સોના ચાંદીના દાગીના ની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી જતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૨૯ મેં ની રાત્રે નવ વાગે થરી ગામમાં રહેતા શંકરભાઇ રેવાદાસ પટેલ પત્નિ સાથે પોતાનું મકાન બંધ કરીને મકાનના ધાબા ઉપર સુવા માટે ગયેલ તે દરમ્યાન કોઈ અજાણ્યો ચોર ઇસમ તા ૩૦ મેં ની વહેલી સવારના કોઈ પણ સમયે તેમના રહેણાંક મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં તિજોરી ખોલી અંદરનું ડ્રોવરનું લોક તોડી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ .૮૦.૦૦૦/- તથા ડ્રોવરમાં મુકેલા કપડામાં મુકેલ રોકડ રકમ રૂ.૧૦,૦૦૦/-મળી કુલ્લે રૂ.૯૦,૦૦૦/-ની ચોરી કરતા આ બાબતે શંકરભાઇ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here