મોરબી વિસ્તારમાં કોરોનામા માતા-પિતા ખોયેલ હોય તેવા બાળકોને મફત શિક્ષણ આપવાનું ઉમદુ / સરાહનીય કાર્ય

0
43મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયના પ્રમુખ હિતેષભાઇ મહેતા દ્વારા કોરોનામા માતા-પિતા ખોયેલ હોય તેવા બાળકોને મફત શિક્ષણ આપવાનું  ઉમદુ / સરાહનીય કાર્ય છેલ્લા ૩૩ વર્ષ થી મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા તેમજ પ્રમુખ હિતેષભાઇ મહેતા કે જેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ અવનવી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે.

કોરોનાની આ ગંભીર મહામારી મા ઘણા વ્યવસાયને નુકસાન થયેલું છે તેમજ ઘણા બાળકોનું શિક્ષણ કાર્ય પણ ઠપ થયેલું છે જેનું એક કારણ એ પણ છે કે તેમણે આ મહામારી મા તેમના ઘરના સદસ્ય તેમના માતા – પિતા ને ગુમાવ્યા છે.શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા એ આવા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ના થાય તે માટે ધોરણ :- ૧ થી ૧૨ શાળા માં જ્યાં સુધી અભ્યાસ કરે તે સમયગાળા દરમિયાન તમામ શૈક્ષણિક ફી માફ કરવાનું નક્કી કરેલ છે.


શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા જણાવે છે કે આ સંસ્થા માં દર વર્ષે આશરે ૪૦ થી ૫૦ જેટલા બાળકો મફત શિક્ષણ મેળવી રહ્યા છે.આવા બાળકો જો આપ કોઈના ધ્યાનમાં હોય કે આપને જાણ હોય તો આપ કોઈ પણ સમયે અમને સંપર્ક કરો કે જેથી તેમનું ભવિષ્ય ઉજળું થઇ શકે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here