ઉપલેટા માં મૃત વ્યક્તિને અપાયેલ વેક્સિન બાબતે કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીને કરી દીધો ફરજ માથી છૂટો

0
36રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વર્ષ ૨૦૧૮ માં મૃત્યુ પામેલા વ્યક્તિને ૨૦૨૧ માં કોરોના વેક્સિન અપાઈ હોવાનું સર્ટિફિકેટ જોવા મળેલ હતું તે બાબત ઉપલેટા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અને લોકોના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે કોરોના વેક્સિન માં મોટા પાયે ગોટાળા થયા હશે ? તેના સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ ઉપલેટા રૂબરૂ આવીને તપાસ કરી હતી.

ઉપલેટમાં મૃત વ્યક્તિને અપાયેલ વેક્સિન ની બાબતમાં આઉટસોર્સ માં કામ કરતો કર્મચારી ને વેક્સિન જેવી અતિશય ગંભીર કામગીરી માં બેદરકારી દાખવવા બદલ તેમની કંપની એમ.જે.સોલંકી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી અન્વયે કોન્ટ્રાકટરની શરત નં.૧,૩ મુજબ ફરજ પરથી છૂટો કરવામાં આવેલ છે પણ હવે એ જોવાનું રહ્યું કે આગળની તપાસ ચાલશે કે કેમ ? કે આ સમગ્ર બાબતમાં આટલી કાર્યવાહી થી જ આરોગ્ય વિભાગ સંતોષ માની ને તપાસ અને કાર્યવાહી પર પડદો પાડશે ?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here