દાહોદ ફાતેમા મસ્જિદ પાસે ખુલ્લી DP ના કારણે લોખંડ ના થાબલા મા કંરટ ના પગલે ગાય ની મોત

0
32રિપોર્ટર.અજય.સાંસી

દાહોદમાં ફાતેમાં મસ્જિદની આગળ આવેલી ખુલ્લી મધ્ય ગુજરાત વીજ કંપનીની DP ની સામે લોખડના વિજપોલ માંથી નીકળતા કરંટે અબોલ પ્રાણીનો જીવ લીધો ગાયના મોત બાદ સ્થાનિકોમાં ડરનો માહોલ

વારંવાર કરંટ મારતો હોવાના કારણે લોખંડના વીજ પોલને હટાવી સિમેન્ટનો પોલ ઉભો કરવા વારંવાર રજુઆત સ્થાનિકોએ કરી તેમ છતાંય વારંવાર આંખ આડા કાન કરતી વીજ કંપનીની બેદરકારીએ મૂંગા પશુનો જીવ લીધો દાહોદના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં MGVCL ની બેદરકારીના કારણે રાત્રીના 12 વાગ્યાના અરસામાં અબોલ પશુનો જીવ લીધો
દાહોદના મોટા ઘાચીવાડા વિસ્તારમાં આવેલી ફાતેમા મસ્જિદ આગળ મધ્ય ગુજરાત વીજ કંપનીના ખુલ્લી DP ની સામે મુકેલા લોખંડના પોલમાં કરંટ ઉતરવાના કારણે ભૂતકાળમાં અનેકોવાર અબોલ પશુઓના જીવ લીધા છે અને સ્થાનિકોએ અનેકોવાર મધ્ય ગુજરાત વીજ કંપનીમાં લોખંડના પોલને હટાવી સિમેન્ટનો પોલ ઉભો કરવા માટેની રજૂઆતો કરી છે તેમ છતાંય મધ્ય ગુજરાત વીજ કંપની આંખ આડા કાન કરતી હોવાના કારણે આજે ફરી એકવાર રાત્રીના સમયે રખડતી ગાય ને તે પોલ નજીકથી પસાર થઈ રહી હતી તે સમયે તે લોખંડના પોલમાંથી ઉતરતા કરંટે ગાયને ખીચી લેતા સ્થળપરજ અબોલ પશુનો જીવ ચાલ્યો ગયો હતો ત્યારે ત્યાં હાજર લોકોએ સ્થાનિક કાઉન્સિલરને જાણ કરતા સ્થાનિક કાઉન્સિલરે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફોન કરતા તાત્કાલિક દોડી આવેલા વીજ કર્મીઓએ મોટા ઘાંચીવાડા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરીને ભોગ બનેલી ગાયને કરંટના ચૂંગલમાંથી છોડાવી વીજ કર્મીઓએ તે વિસ્તારનો વીજ પુરવઠો ફરીથી ચાલુ કર્યો હતો પરંતુ વહેલી સવારે ફરીથી કોઈ માનવ જાત આનો ભોગ ના બને તેની ચિંતા તેમને સતાવતી હતી ત્યારે સ્થાનિકોએ ફરીથી મધ્ય ગુજરાત વીજ કંપની ઉપર રોષ વ્યક્ત કરી જણાવ્યું હતુંકે આ વિસ્તાર ગીચ વિસ્તાર છે અને અહિયાંથી દિવસ રાત હજારો લોકો પસાર થાય છે ત્યારે આ પોલને અડકવાથી કોઈ માનવજાત આનો ભોગ ના બને તેવી ચિંતા વ્યક્ત કરી હતી જોકે તાબડતોબ દોડી આવેલા વીજ કર્મીઓએ ગાયને લોખંડના વીજ પોલમાંથી બહાર કાઢી ફરીથી વીજ પુરવઠો પુન: ચાલુ કરી દેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here