મોરબી તાલુકા પોલીસની હદમાં વહેતી દેશી દારૂની નદીઓ!???

0
78


સામાન્ય ધંધા-રોજગારમાં કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન બુટલેગરોને પીળો પરવાનો વાહરે વિકાસ લક્ષી સરકાર વાહ…!!!

હાલ કોરોના વાયરસ અંતર્ગત ગુજરાત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોરબી તાલુકા પોલીસની હદમાં બેફામ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય તેવી ચર્ચા ટોક ઓફ ટાઉન બની છે ત્યારે સામાન્ય ધંધા-રોજગાર હાલ કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન માં લોક થઈ ગયા હોય જેના અનુસંધાને મોરબી શહેર જિલ્લાની મોટા ભાગની પ્રજા મોંઘવારી-મંદી મહેસુસ કરી રહી છે એવા સમયે મોરબી શહેર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ દુષણ નષ્ટ નાબૂદ થવાનું નામ જ લેતી હોય તેમ છાશવારે પોલીસ ચોપડે પ્યાસી અને બુટલેગરો અખબારો ના સમાચાર બની રહ્યા છે.

એવા સમયે મોરબી તાલુકા પોલીસની હદમાં ભાગ્યે જ કોઈ એવું ગામડું હશે કે જ્યાં દારૂનું દુષણ નહીં હોય તો નવાઈ નહીં મોરબી તાલુકા પોલીસની હદમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિરામિક ઉદ્યોગ હોવાથી હિન્દી ભાષા અને મજૂર વર્ગ ના કારણે દેશી દારૂ નું દૂષણ વધી રહ્યું હોય એવી પણ ચર્ચા ચર્ચાના ચકડોળે ચઢી છે જેથી મોટાભાગના પોલીસ અધિકારીઓ પણ તાલુકા પોલીસ મથક મા પોસ્ટ પ્રાપ્ત કરવા રાજકીય ક્ષેત્રે કે લાગવગ માં પોસ્ટિંગ મેળવતા હોવાની પણ પોલીસ તંત્ર માં ચર્ચા ભૂતકાળમાં અને વર્તમાનમાં રહીજ છે ત્યારે મોરબી શહેર ગ્રામ્ય વિસ્તારમાં દારૂનું દુષણ નાબુદ ક્યારે? એક મોટો ચિંતક પ્રશ્ન વિકાસલક્ષી સરકાર માટે રહ્યો છે

The post મોરબી તાલુકા પોલીસની હદમાં વહેતી દેશી દારૂની નદીઓ!??? appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here